Gandhinagar News/ ગુજરાતમાં સબ રજિસ્ટ્રારની ખાલી જગ્યાઓ ભરાશે

રાજ્યમાં સબ રજિસ્ટ્રાર (Sub Registrar)ગ્રેડ-1ની કુલ -205જગ્યાઓ તેમજ ગ્રેડ-2 ની કુલ -344 મંજૂર થયેલી છે

Gujarat Gandhinagar
રાજ્યમાં હાલની સ્થિતિએ સબ રજિસ્ટ્રાર (Sub Registrar)ગ્રેડ-1ની 149 તેમજ ગ્રેડ -2ની ૨૫૪ જગ્યાઓ ભરાયેલી છે. આ ઉપરાંત બાકી રહેલી જગ્યાઓ ભરવાની કામગીરી પ્રગતિમાં છે‌ તેમ, મહેસૂલ વિભાગ (Gujarat Revenue Department) તરફથી વિધાનસભા ગૃહમાં જવાબ આપતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું

Gandhinagar News : તમામ જગ્યાઓ ભરાયા બાદ રાજ્યમાં નોંધણી પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે. રાજ્યમાં હાલની સ્થિતિએ સબ રજિસ્ટ્રાર (Sub Registrar)ગ્રેડ-1ની 149 તેમજ ગ્રેડ -2ની ૨૫૪ જગ્યાઓ ભરાયેલી છે. આ ઉપરાંત બાકી રહેલી જગ્યાઓ ભરવાની કામગીરી પ્રગતિમાં છે‌ તેમ, મહેસૂલ વિભાગ (Gujarat Revenue Department) તરફથી વિધાનસભા ગૃહમાં જવાબ આપતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, રાજ્યમાં સબ રજિસ્ટ્રાર (Sub Registrar)ગ્રેડ-1ની કુલ -205જગ્યાઓ તેમજ ગ્રેડ-2 ની કુલ -344 મંજૂર થયેલી છે.

મંત્રી પટેલે સબ રજિસ્ટ્રાર (Sub Registrar)દ્વારા કરવામાં આવતા ફરજિયાત નોંધણી અંગે પૂછાયેલા પેટા પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે, સ્થાવર મિલકતના બક્ષિસનામા,સ્થાવર મિલકતની તબદીલી માટેના કરાર,સ્થાવર મિલકત પર અથવા તેમાં રૂ100ની અથવા તેથી વધુ કિંમતનો નિશ્ચિત કે અનિશ્ચિત કોઈ હક, ઇલાકો (એટલે કે ટાઇટલ) અથવા તો હિત હાલમાં કે ભવિષ્યમાં ઉત્પન્ન કરતા હોય, જાહેર કરતા હોય, નામફેર કરતા હોય, મર્યાદિત કરતા હોય અથવા તો નષ્ટ કરતા હોય અથવા જેથી તેમ કરવાનો અભિપ્રેત થતો હોય એવા બીજા બિન-વસિયતી લેખોની નોંધ કરવામાં આવે છે.

આ ઉપરાંત, વર્ષોવર્ષના અથવા એક વર્ષથી વધુ મુદતના અથવા તો વાર્ષિક ભાડું મુકરર કરતા સ્થાવર મિલકતના પટ્ટા,કોઈ કોર્ટનું હુકમનામું અથવા કોઈ કોર્ટનો હુકમ અથવા કોઈ કોર્ટનો ચુકાદો સ્થાવર મિલકત ઉપર અથવા તેમાં રૂ.100 ની અથવા તેથી વધુ કિંમતના નિશ્ચિત કે અનિશ્ચિત કોઈ હક, ટાઇટલ અથવા તો હિત હાલમાં કે ભવિષ્યમાં ઉત્પન્ન કરતા હોય, જાહેર કરતા હોય, નામફેર કરતા હોય, મર્યાદિત કરતા હોય અથવા તો નષ્ટ કરતા હોય અથવા જેથી તેમ કરવાનો અભિપ્રેત થતો હોય ત્યારે તે હુકમનામું અથવા હુકમ અથવા તો તે ચુકાદો તબદીલ કરતા અથવા નામફેર કરતા બિન-વસિયતી લેખો તેમજ
તમામ પ્રકારના ગીરોખતના લેખ-જેમાં સાદુ ગીરો, શરતી વેચાણથી ગીરો, ભોગ્ય ગીરો, અંગ્રેજી ગીરો, હકપત્રક અનામત મૂકીને કરેલા ગીરો, વિલક્ષણ ગીરો એટલે કે તમામ પ્રકારના ગીરોની નોંધ કરવામાં આવે છે.

વધુમાં આ સાથે વિકાસ કરાર,કોઈપણ સ્થાવર મિલકતના બાંધકામ અથવા તેના વિકાસ માટે અથવા તેની તબદીલી કરવા અથવા નામફેર કરવા માટે પ્રમોટર અથવા ડેવલપર, અધિકૃત કરતો ગમે તે નામે ઓળખાતો હોય તેવો કોઈ લેખ, ભાગીદારી લેખ—કોઈ ભાગીદાર અથવા ભાગીદારો સ્થાવર મિલકતના સ્વરૂપમાં એનો અથવા તેમનો હિસ્સો લાવે ત્યારે ભાગીદારીની રચના કરવાને લગતો કરાર, ભાગીદારી વિસર્જન, ભાગીદારી માટે પણ અને ભાગીદારી વિસર્જન માટે પણ જે ભાગીદાર ભાગીદારીમાં પોતાના હિસ્સા તરીકે જે મિલકત લાવ્યો હોય તેવા ભાગીદાર સિવાયના અન્ય કોઈ ભાગીદારો દ્વારા ભાગીદારીનું વિસર્જન થયે જે લેખથી કોઈ સ્થાવર મિલકત પોતાના હિસ્સા તરીકે લઈ લેવામાં આવે તેવો કોઈપણ લેખનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત પાવર ઓફ એટોર્ની-સ્થાવર મિલકતનો વહીવટ, સંચાલન અને/અથવા કોઈપણ પ્રકારે ટ્રાન્સફર/વેચાણ કરવાનું મુખત્યારનામું, વેચાણ પ્રમાણપત્ર-કેન્દ્રીય અધિનિયમ અથવા રાજ્ય અધિનિયમ હેઠળ કોઈ સક્ષમ સત્તાધિકારી અથવા સત્તામંડળે કાઢી આપેલું વેચાણ પ્રમાણપત્ર, સ્થાવર મિલકતનો વેચાણ લેખ, સ્થાવર મિલકતનો વિનિમય લેખ, હક, ઈલાકો અથવા હિત ઉત્પન્ન કરવાને, જાહેર કરવાને, નામફેર કરવાને, મર્યાદિત અથવા નષ્ટ કરવાને કારણે કોઈ અવેજ મળ્યાની અથવા તો ચૂકવ્યાની પહોંચ આપતા બિન-વસિયતી લેખો વગેરેનો સમાવેશ થાય છે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.


આ પણ વાંચો : ગાંધીનગરમાં સબ રજિસ્ટ્રારે જ સરકારી જમીન બારોબાર વેચી નાખી!

આ પણ વાંચો : સુરતમાં દસ્તાવેજ નોંધણીના સમયમાં વધારો, સબ રજિસ્ટ્રાર કચેરી આજથી દોઢ કલાક વધુ કરશે કામ, કચેરી સવારે 9 વાગ્યાથી કાર્યરત, દસ્તાવેજ કરાવવા આવતા લોકોને

આ પણ વાંચો : વડોદરાઃ આજથી નવી જંત્રીનો અમલ શરૂ, સબ રજીસ્ટ્રાર કચેરીમાં નવી જંત્રીનો અમલ, નવી જંત્રીના કારણે લોકોને વધુ નાણાં ચુકવવાનો વારો, મંતવ્યની ટીમ પહોંચી