Not Set/ પોલીસ કે બુટલેગર..!! લોકડાઉનમાં પોલીસ કોન્સ્ટેબલ પાસેથી મળી અધધધ દારૂની પેટીઓ….

કોરોના વાઇરસે આખા વિશ્વને બાનમાં લીધું છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે.  કોરોનાને કારણે હાલ ચાલી રહેલ લોકડાઉનને પગલે તમામ ધંધા રોજગાર બંધ છે. ત્યારે હાલ માં માત્ર સફેદ વર્દી વાળા અને ખાખી વર્દી વાળા કોરોના વોરીયર્સ જ માત્ર કોરોના સામે જંગે ચઢ્યા છે. ત્યારે અમુક ખાખી વર્દી વાળા ખાખીની […]

Ahmedabad Gujarat

કોરોના વાઇરસે આખા વિશ્વને બાનમાં લીધું છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે.  કોરોનાને કારણે હાલ ચાલી રહેલ લોકડાઉનને પગલે તમામ ધંધા રોજગાર બંધ છે. ત્યારે હાલ માં માત્ર સફેદ વર્દી વાળા અને ખાખી વર્દી વાળા કોરોના વોરીયર્સ જ માત્ર કોરોના સામે જંગે ચઢ્યા છે. ત્યારે અમુક ખાખી વર્દી વાળા ખાખીની લાજ ને નેવે મુકવાનું કામ કરી રહ્યા છે.

આવા જ એક પોલીસ કોન્સ્ટેબલ હિતેશ પટેલપાસેથી અધધધ દારૂની પેટી મળી આવી છે.  તેની પાસેથી10 પેટી દારૂ ઝડપાયો છે. લોક ડાઉનમાં પોતાની કારમાં ઈંગ્લીશ દારૂની ખેપ મારતા પોલીસ કોન્સ્ટેબલને ઓઢવ પોલીસનો પીછો કરી સરદાર પટેલ રીંગરોડ પરથી ઝડપી લીધો છે. આરોપી પોલીસ કોન્સ્ટેબલ અગાઉ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો ત્યારે ઈંગ્લીશ દારૂના કેસમાં સંડોવણી ખુલતા તેને કંપનીમાં હેડ કવાર્ટર ખાતે મુકવામા આવ્યો હતો.

ઓઢવ પોલીસની ટીમ આજે લોક ડાઉનને પગલે વિસ્તારમાં બંદોબસ્તમાં હતી. તે સમયે શંકા જતા ક્રેટા કાર રોકવા પ્રયાસ કર્યો હતો. જો કે આરોપીએ કાર ભગાવી હતી પોલીસે પીછો કર્યો હતો. પોલીસે આરોપીને પીછો કરી ઝડપી લેતા ક્રેટા કારમાં ઈંગ્લીશ દારૂનો મોટાપાયે જથ્થો મળી આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.