- નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે પોલીસે ચાર્જશીટ રજૂ કરી
- અમદાવાદ ગ્રામ્ય પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઇ
- નિત્યાનંદ સામે બ્લૂ કોર્નર નોટીસ કાઢવામાં આવી
નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે કોર્ટમાં નિત્યાનંદ, પ્રાણ પ્રિયા અને પ્રિયતત્વા વિરૂદ્ધની ચાર્જશીટ દાખલ કરી હતી. તમામ આરોપીઓ સામે આશ્રમનાં બાળકોને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવા મામલે ચાર્જશીટ દાખલ કરાઇ હતી. પોલીસે ચાર્જશીટમાં 50 જેટલા સાક્ષીઓના નિવેદન લીધા હતા તેમજ 83 પાનાની આ ચાર્જશીટ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં જનાર્દન શર્માએ ફરિયાદ કરી હતી. જેમાં તેના બાળકોને આશ્રમ સિવાયની જગ્યાએ ગોંધી રાખી બાળમજૂરી કરાવા મામલે પોલીસે પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વની ધરપકડ પણ કરી હતી.
જે બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસે નિત્યાનંદની શોધખોળ કરતા કોઈ ભાળ ન મળતા તેની સામે બ્લૂ કોર્નર નોટિસ કાઢવામાં આવી છે, અને CRPC 70 મુજબનું વોરન્ટ કાઢવામાં આવ્યું છે. તેમજ હાથીજણ ખાતેના આશ્રમની સંચાલિકા પ્રિયતત્વાની બાળકોને ગોંધી રાખવા મામલે મહત્વની ભૂમિકા બહાર આવી હતી
ઇન્ટરપોલ દ્વારા ગુજરાત પોલીસની વિનંતી પર નિત્યાનંદ સામે ‘બ્લુ કોર્નર નોટિસ’ જારી કરવામાં આવી છે. ખૂટે છે અથવા ઓળખાયેલ અથવા અજાણ્યા ગુનેગાર છે અથવા સામાન્ય ગુનાહિત કાયદાના ઉલ્લંઘન માટે ઇચ્છિત છે તે વ્યક્તિને શોધવા બ્લુ કોર્નર નોટિસ આપવામાં આવે છે.
Interpol has issued 'blue notice' against Nityananda on the request of Gujarat Police. A blue notice is issued to locate a person who is missing or is an identified or unidentified criminal or is wanted for a violation of ordinary criminal law.. pic.twitter.com/FhbYuA1azY
— ANI (@ANI) January 22, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
