Surat/ અડાજણમાં યુવકનું કરંટથી મોત, પરિવારજનો યુવાન જીવિત હોવાની આશાએ ખભે નાખી એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ દોડ્યા

અડાજણમાં યુવકનું કરંટથી મોત, પરિવાર યુવાનને ખભે નાખી હોસ્પિટલથી નીકળ્યા

Top Stories Gujarat Surat

સુરત ના અડાજણ વિસ્તારમાં વોશિંગ મશીન રીપેર કરતાં એક યુવકને કરંટ લાગ્યું હતો. અને બેભાન થઇ ગયો હતો. અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અને ડોક્ટરોએ મૃત જાહેર કરતા પરિવારજનો જીવિત હોવાના દાવો કરીને લાસને ખભે ઊંચકીને અન્ય સ્થળે લઇ ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરત ના ચોકબજારના ફુલવાડી પાસે રહેતો 20 વર્ષીય સિંકદર ઉર્ફ સદામ ગતરોજ સાંજે  અડાજણના હર્ની પાર્ક રોડ પર એપાર્ટમેન્ટમાં એક ફેલટમાં વોશીંગમશીન રિંપેરીંગ કરતો હતો ત્યારે તેને ઇલેકટ્રીક કરંટ લાગતા બેભાન થઇ ગયો હતો.

તેને તાતકાલીક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અને ફરજ પરના ડોકટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે યુવકના પરિવાર જનોએ આ યુવક જીવિત હોવાના રતન ચાલુ રાખ્યું હતું. અને યુવકની લાસને ખભે નાખી  હોસ્પીટલમાંથી જતા રહ્યા હતા.

આ નાગે સિવિલ હોસ્પિટલ સ્ટાફ દ્વારા નજીક ના પોલીસ મથકે જાન કરવામાં આવી હતી. અને પરિવાર જનોની શોધખોળ શરુ કરવામાં આવીહતી.

પરિવાર જનો યુવકની લાસને  લઈને અન્ય ખાનગી હોસ્પીટલમાં ગયા હતા. જ્યાં પણ આ યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તો બીજી બાજુ ખાનગી હોસ્પિટલ દ્વારા  યુવાનની મોત ની જાણકારી પોલીસને આપવામાં આવતા સ્થાનિક પોલીસે પણ આ પરિવાર નો અત્તો પત્તો મેળવીને મૃત યુવકની લાશનો કબજો મેળવ્યો હતો. અને સિવિલ હોસ્પિટલમાં PM માટે મોકલી આપી હતી.

કૃષિ આંદોલન / સરકાર અને ખેડૂતો વચ્ચે વધુ એક બેઠક,  પ્રશ્નનો હલ લાવશે ખરા…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…