કાલી ફિલ્મનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. જ્યાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા પોતાના નિવેદનથી હટવાનું નામ નથી લઈ રહી, ભાજપ અને અન્ય હિન્દુ સંગઠનો સતત તેમનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન મહુઆ મોઇત્રાએ વધુ એક ટ્વિટ કરીને આ આગમાં ઘી રેડયું છે. મહુઆએ કહ્યું ‘તમે તમારી એફઆઈઆર નોંધો, હું તમને કોર્ટમાં મળીશ.’
મહુઆએ ટ્વીટ કરીને કહ્યું, ‘હું એવા ભારતમાં રહેવા માંગતી નથી જ્યાં ભાજપની પિતૃસત્તાક બ્રાહ્મણવાદી માનસિકતા પ્રભુત્વ ધરાવે છે અને દરેક વ્યક્તિ ધર્મની આસપાસ ફરે છે. હું મરતા સુધી મારા નિવેદનને વળગી રહીશ. તમે તમારી એફઆઈઆર નોંધો, હું તમને કોર્ટમાં મળીશ.
મહુઆએ શું કહ્યું?
મોઇત્રાએ મંગળવારે કહ્યું હતું કે કાલીનાં અનેક સ્વરૂપ છે. મારા માટે કાલી એટલે માંસ અને શરાબ સ્વીકારનાર દેવી. તેમણે કહ્યું, ‘તમે તમારા ભગવાનને કેવી રીતે જોશો તે તમારા પર છે. ભૂટાન અને સિક્કિમ જાવ તો ત્યાં ભગવાનને વ્હિસ્કી ચઢાવવામાં આવે છે. જો તમે ઉત્તર પ્રદેશમાં કોઈને વ્હિસ્કી આપો છો, તો તેની લાગણીને ઠેસ પહોંચી શકે છે. મારા માટે કાલી દેવી માંસ ખાનાર અને શરાબ પીનારના રૂપમાં છે. દેવી કાલીનાં અનેક રૂપ છે.’
TMC બાજુ પર છે, થરૂરને સમર્થન આપે છે
તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે મહુઆના નિવેદનથી પોતાને સંપૂર્ણપણે દૂર કરી દીધા છે. તેમજ નિવેદનની નિંદા કરી હતી. જો કે કોંગ્રેસના નેતા શશિ થરૂરે મહુઆને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, “મહુઆ મોઇત્રા પરના હુમલાએ મને આશ્ચર્યચકિત કરી દીધું છે. દરેક હિન્દુ જાણે છે તેના કારણે આ હુમલા થઈ રહ્યા છે. હિનદુઓ જાણે છે કે દેશમાં દરેક જગ્યાએ પૂજાની રીત બદલાય છે. દેવીને શું અર્પણ કરે છે તે ફક્ત તે ભક્ત જ જાણે છે. તેણે વધુમાં કહ્યું કે, અમે એવી સ્થિતિ પર પહોંચી ગયા છીએ કે, જો આપણે સાર્વજનિક પ્લેટફોર્મ પર કોઈના વિશે કંઈક કહીશું તો કોઈની ભાવનાને ઠેસ પહોંચશે. જો કે, એ ચોક્કસ છે કે મહુઆએ અપમાનની ભાવનાથી આવું કહ્યું નથી. તેમણે વધુમાં કહ્યું કે, હું દરેકને વાતાવરણ ઠંડુ રાખવા અપીલ કરું છું. કોઈ ધર્મમાં કેવી રીતે માને છે, તે ભક્ત પર છોડવું જોઈએ.
