ગાંધીનગર/ વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર વોટબેંક સુધી પહોંચવાનો સરકારનો પ્રયાસ

આજે ગુરુવારે ઇન્ટરનેશનલ પાટીદાર ફેડરેશનના નેજા હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પાટીદાર આગેવાનોની બેઠક યોજાશે.

Top Stories Gujarat Others
bhupendra

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. 2022ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં સત્તાનું રાજકારણ પણ જોર પકડી રહ્યું છે. આજે ગુરુવારે ઇન્ટરનેશનલ પાટીદાર ફેડરેશનના નેજા હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પાટીદાર આગેવાનોની બેઠક યોજાશે. પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓના આગેવાનોની બેઠક 15મી જૂન 2022ના રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- વિશ્વ ઉમિયાધામ, જાસપુર અમદાવાદ ખાતે બિન અનામત આયોગ-નિગમ અને સમાજના સમકાલીન પ્રશ્નો સહિત 25 મુખ્ય મુદ્દાઓ પર યોજાઈ હતી.

આ બેઠકમાં પાટીદાર આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. અને પાટીદાર સંગઠન સંકલન સમિતિના કન્વીનર આર.પી. પટેલ દ્વારા  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે રૂબરૂ મુલાકાત માટે  લખેલા પત્ર સંદર્ભે તા.07/07/22ને ગુરુવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને બેઠક યોજાવાની છે. જેમાં પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓના પ્રમુખ-મંત્રીઓ અને મુખ્ય ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે.

આ બેઠકમાં બિનઅનામત આયોગ અને નિગમમાં સવર્ણ સમાજને થઈ રહેલા અન્યાય અંગે ચર્ચા થશે, બિન અનામત આયોગ અને નિગમની હાલની રૂ.500 કરોડની ગ્રાન્ટમાં વધારો કરવા, રકમ વધારવા સવર્ણ સમાજના વિદ્યાર્થીઓને 25 લાખની વિદેશી લોન, શિક્ષણ વિભાગમાં નોન-કમિશન્ડ અને કોર્પોરેશનનો સમાવેશ અને તમામ બિન અનામત નિગમોમાં સહાયની રકમ વધારીને 30,000 કરવા અંગે ચર્ચા થઈ શકે છે.

સુરત/ આ શહેરમાં નાના બાળકોમાં વકર્યો કોરોના, બે નાના બાળકો કોરોના પોઝિટીવ