સુરત/ આ શહેરમાં નાના બાળકોમાં વકર્યો કોરોના, બે નાના બાળકો કોરોના પોઝિટીવ

સૌથી નાની વયના  એક મહિનાનું બાળક અને ત્રણ મહિનાની બાળકી કોરોના પોઝીટીવ આવી છે. જેને લઇ તંત્રની ચિંતામાં વધારો થયો છે. બંને નવજાતને નવી સિવિલ હોસ્પિટલના કોવીડ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે.

Top Stories Gujarat Surat
કોરોના
  • સૌથી નાની વયના કોરોના દર્દીઓ નોંધાયા
  • એક મહિનાનું બાળક કોરોનાગ્રસ્ત
  • ત્રણ મહિનાની બાળકી પણ કોરોના પોઝિટિવ
  • સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરાયા
  • બાળકીના માતા-પિતા, બહેનનો રિપોર્ટ નેગેટિવ

ગુજરાત રાજ્યમાં ફરીએકવા કોરોના(Corona ) માથું ઉચકી રહ્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો નોધાઇ રહ્યો છે. રાજ્યના મોટા શહેરોમાં કોરોના નું જોર વધી રહ્યું છે. ત્યારે સુરત ખાતે પણ કોરોના કેસમાં વધારો નોધાયો છે. સુરત ખાતે નોધાતા કોરોના કેસમાં એકવાત આંખે ઉડીને વળગે તેવી બહાર આવી છે. અહીં નાના બાળકોમાં કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં સૌથી નાની વયના  એક મહિનાનું બાળક અને ત્રણ મહિનાની બાળકી કોરોના પોઝીટીવ આવી છે. જેને લઇ તંત્રની ચિંતામાં વધારો થયો છે. બંને નવજાતને નવી સિવિલ હોસ્પિટલના કોવીડ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે.

સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બે બાળકો કોવિડ પોઝિટિવ આવ્યા છે. જેમાં નવાગામ ડિંડોલી ખાતે રહેતા યાદવ પરિવારની માત્ર ત્રણ માસની પુત્રી કોરોનાગ્રસ્ત થઇ છે. ગઈ કાલે તેને કોવીડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે  દંપતી  પોતાની બાળકીને બે દિવસથી તાવ આવતો હોઈ હોસ્હપિટલ સારવાર માટે લાવ્યા હતા. અહીં કોવીડની ઓપીડીમાં ટેસ્ટ કરવામાં આવતા કોરોના પોઝિટીવ આવતા માતા પિતા ચોંકી ગયા હતા.એટલું જ નહીં સાવચેતીના ભાગરૂપે આ બાળકીના માતા પિતા અને મોટી બહેનના પણ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.  જોકે ત્રણેયના રીપોર્નેટ નેગેટીવ આવ્યા હતા.  ડોકટરો પણ વિચાર પડી ગયા હતા કે આ આટલી નાની બાળકીનો રિપોર્ટ પોઝીટીવ કેવી રીતે આવ્યો.

હાલમાં ચાલી રહેલ કોરોનાની આ સીઝનમાં આ સૌથી નાની વયની પ્રથમ બાળકી કોરોનાગ્રસ્ત હોવાનું જાણવાં મળ્યું છે. જ્યારે અન્ય એક મહિનાનું બાળક પણ કોવિડ પોઝીટિવ આવતા તેને સારવાર આપવામાં આવી રહી છે. ડોકટરોએ જણાવ્યું હતું કે હાલ બંને બાળકોની તબિયત નોર્મલ છે.

કોરોના પોઝિટીવ બંને બાળકોને હાલમાં હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. બંને બાળકોની ઉમર ઘણી નાની છે. અને ખોરાક માટે માતાના દૂધ ઉપર આધારિત છે. અને એટલે જ આ બાળકો સાથે તેમની માતાને પણ હોસ્પિટલમાં રાખવામાં આવી છે.

આસ્થા / ઘરની બહાર નીકળતી વખતે રાખો આ  બાબતોનું ધ્યાન, મા લક્ષ્મીની કૃપાથી થશે ધનનો વરસાદ