Not Set/ સ્વદેશી ક્રૂઝ મિસાઇલ નિર્ભયનું સફળ પરીક્ષણ, 1000 કિલોમીટર સુધીની મારક ક્ષમતા

નવી દિલ્હી, ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક સફળતા હાંસલ કરી છે. ભારતે આજે 1000 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતી સ્વદેશી સબ સોનિક ક્રૂઝ મિસાઇલ નિર્ભયનું સફળ પરીક્ષણ કર્યું છે. ઓડિયાશા તટીય વિસ્તારમાં તેનું પરીક્ષણ કરાયું હતું. આ મિસાઇલના સફળ પરીક્ષણ બાદ તેને હવે ટૂંક સમયમાં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવશે. ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝશન (DRDO) […]

Top Stories India

નવી દિલ્હી,

ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક સફળતા હાંસલ કરી છે. ભારતે આજે 1000 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતી સ્વદેશી સબ સોનિક ક્રૂઝ મિસાઇલ નિર્ભયનું સફળ પરીક્ષણ કર્યું છે. ઓડિયાશા તટીય વિસ્તારમાં તેનું પરીક્ષણ કરાયું હતું.

આ મિસાઇલના સફળ પરીક્ષણ બાદ તેને હવે ટૂંક સમયમાં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવશે. ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝશન (DRDO) દ્વારા આ મિસાઇલનું નિર્માણ કરાયું છે.

આ મિસાઇલ મારક ક્ષમતામાં અમેરિકાની ટોમહોક મિસાઇલની બરાબરી કરે છે. નિર્ભય મિસાઇલ તેની સાથે 300 કિલોગ્રામ સુધીના વોરહેડને લઇ જવાન ક્ષમતા ધરાવે છે. આ મિસાઇલ ખૂબ જ સટિકતા સાથે લક્ષ્યને વીંધી નાખવાની કાબેલિયત ધરાવે છે.

સંરક્ષણ ક્ષેત્રે મોટી ઉપલબ્ધિ

ચીન અને પાકિસ્તાન તરફથી વધતા ખતરાઓને ધ્યાનમાં રાખીને ભારતે લાંબા અંતરની સોનિક ક્રૂઝ મિસાઇલના નિર્માણની યોજના બનાવી હતી જો કે મિસાઇલ ટેક્નોલોજી કંટ્રોલ રિજીમને કારણે આ રેન્જથી વધારે રેન્જની મિસાઇલનું નિર્માણ કરવા માટે વિદેશી સહયોગ મળે તે શક્ય ના હતું. તેથી ડીઆરડીઓએ એકલા હાથે આ મિસાઇલ નિર્માણનું બિડુ ઝડપ્યું હતું.