ન્યૂઝીલેન્ડ ટૂર પર ગયેલી ભારતીય ટીમ ટી-20 શ્રેણીની પ્રથમ 2 મેચ જીત્યા બાદ સેડન પાર્ક ખાતે રમાયેલી ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડને 180 નો ટાર્ગેટ આપ્યો છે.
Innings Break!#TeamIndia post a total of 179/5 on the board. Over to the bowlers now.
Updates – https://t.co/7O8uUN3YGO #NZvIND pic.twitter.com/Mahv0yaW5l
— BCCI (@BCCI) January 29, 2020
પાંચ મેચની ટી-20 શ્રેણીની ત્રીજી મેચમાં રમી રહેલી ભારતીય ટીમે પાંચ વિકેટનાં નુકસાન પર 179 રન બનાવ્યા છે. આ મેચ જીતવા માટે હવે ન્યૂઝીલેન્ડને 180 રન બનાવવા પડશે. ભારત તરફથી સૌથી વધુ રન રોહિત શર્માએ બનાવ્યા હતા, જે વાઇસ કેપ્ટન અને હિટમેન તરીકે જાણીતા છે. તેણે માત્ર 40 બોલમાં 65 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન રોહિતે ત્રણ છક્કા અને છ ચોક્કા ફટકાર્યા હતા. મેચમાં અંતિમ પાંચ ઓવરમાં તોફાની બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 52 રન ફટકાર્યા હતા.
India finish on 179/5.
They scored 52 runs in their last five overs.
Can New Zealand save the #NZvIND series by chasing this down? pic.twitter.com/LROpQA9xPe
— ICC (@ICC) January 29, 2020
આપને જણાવી દઇએ કે, જો આજે ટીમ ઈન્ડિયા મેચ જીતી લે છે, તો તે શ્રેણીની કમાન સંભાળશે. જો ભારતીય ટીમ આજની મેચ જીતી લે છે, ત્યારે પહેલીવાર બનશે કે ટીમ ઈંડિયા ન્યૂઝીલેન્ડમાં ટી-20 સીરીઝ જીતશે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયાએ રમતનાં દરેક ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે સ્થિતિ એવી છે કે ટીમ ઈન્ડિયા પાંચ મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે. જો આજની મેચ ટીમ ઈન્ડિયાને જીતવામાં સફળ રહે છે, તો તે શ્રેણીમાં અજેય લીડ મેળવશે.
ભારત:
3rd T20I. India XI: R Sharma, KL Rahul, V Kohli, S Iyer, S Dube, M Pandey, R Jadeja, S Thakur, Y Chahal, M Shami, J Bumrah https://t.co/7O8uUMMnPg #NZvInd
— BCCI (@BCCI) January 29, 2020
રોહિત શર્મા, લોકેશ રાહુલ (વિકેટકિપર), વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, શિવમ દુબે, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ
ન્યૂઝીલેન્ડ:
3rd T20I. New Zealand XI: M Guptill, C Munro, K Williamson, C de Grandhomme, R Taylor, T Seifert, M Santner, T Southee, S Kuggeleijn, I Sodhi, H Bennett https://t.co/7O8uUMMnPg #NZvInd
— BCCI (@BCCI) January 29, 2020
માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, કેન વિલિયમસન (કેપ્ટન), કોલિન ડી ગ્રાન્ડહોમ, રોસ ટેલર, ટિમ સીફેર્ટ (વિકેટકિપર), મિશેલ સેન્ટનર, ટિમ સાઉદી, સ્કોટ કુગલેઇજન, ઇશ સોઢી, હમિશ બેનેટ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
