દિલ્હી,
ભાજપના નેતા અને રાજ્યસભાના સભ્ય સુબ્રમણ્યમ સ્વામીએ પ્રિયંકા ગાંધી વિશે વાંધાજનક નિવેદનો કર્યા છે. સ્વામીએ એક સમાચાર એજન્સી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની લીડર પ્રિયંકા ગાંધી બાયપોલર(એક જાતનો રોગ)છે અને તે લોકોને ફટકારે છે.
પ્રિયંકા વિશે બેફામ બોલતા સુબ્રમણ્યીમ સ્વામીએ કહ્યું કે તેને બાયોપોલારીટી ડિસઓર્ડરથી પીડાય છે.તે લોકોને મારે છે.તેની આ માંદગીના કારણે તે જાહેર જીવન માટે યોગ્ય વ્યક્તિ નથી.લોકોને જાણવું જોઈએ કે પ્રિયંકા ગાંધી ક્યારે સંતુલન ગુમાવી બેસે છે એ કોઈને ખબર નથી.
S Swamy on #PriyankaGandhiVadra : Usko 1 bimari hai jo sarvjanik jivan mein anukool aur upyukt nahi hai, usko bipolarity kehte hain yaani uski hinsawadi charitra dikhai padti hai, logon ko peet'ti hai. Public ko pata hona chaiye ki kab santulan kho baithegi, kisi ko pata nahi. pic.twitter.com/psVoVcbnvx
— ANI (@ANI) January 27, 2019
આપને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષા રાહુલ ગાંધીએ તેમની બહેન પ્રિયંકા ગાંધીને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને યુપીનો હવાલો આપ્યો છે. પ્રિયંકા ગાંધીની સક્રિય રાજકારણની જાહેરાત વિશે રાજકીય નિવેદનનો વેગ ચાલી રહ્યો છે. આ દરમિયાન, ઘણા ભાજપના નેતાઓએ ઘણી વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે.
