Surat News/ સુરતના બારડોલીમાં તંત્રના પાપે સ્થાનિકો પરેશાન

અનેક જગ્યાએ ખોદકામ અને જેથી ખોદકામ કરેલું સ્થળ હોય કાદવ કીચડ અને ગંદકીનો સામ્રાજ્ય સર્જાયું છે

Top Stories Gujarat Surat

Surat News :  સુરત જિલ્લાના બારડોલીમાં નગરપાલિકાના અણઘડ વહીવટ ને લઈ ને નગરજનો ત્રસ્ત બન્યા છે. ઘણા દિવસોથી ઠેર ઠેર ગટર લાઇનની કામગીરીના નામે ખોદકામ કરી અને સમયસર પૂર્ણ નહીં કરાતા આજે એક અંતિમ યાત્રા ભર કાદવમાંથી કાઢવામાં આવી હતી. સુરત જિલ્લા માં હમેશ ને માટે વિવાદાસ્પદ રહેલ બારડોલી નગરપાલિકા ના શાસકોનો વધુ એક લાલિયા વાડી સામે આવી છે. ઘટનાએ બની હતી કે બારડોલી નગરમાં છેલ્લા ઘણા સમયથી ગટર લાઈનની કામગીરીના નામે આડેધડ ખોદકામ કરી દેવામાં આવ્યા છે. નગરપાલિકા માં શાસકો નિષ્ક્રિય હોય અધિકારીઓ પણ કોઈ કામ સમયસર પૂર્ણ કરતા નથી .

અનેક જગ્યાએ ખોદકામ અને જેથી ખોદકામ કરેલું સ્થળ હોય કાદવ કીચડ અને ગંદકીનો સામ્રાજ્ય સર્જાયું છે. ત્યારે આજે કેટલાક વરવા દ્રશ્યો સામે આવ્યા હતા. નગરના મુખ્ય માર્ગ નજીક આવેલ બેન્ડવાલા ટેકરા પાસેનો રસ્તો ખોદી કાઢવામાં આવતા એક અંતિમયાત્રાને પસાર કરવા માટે યોગ્ય અન્ય બીજો રસ્તો ન હોય કાદવ કીચડ વાળા રસ્તામાંથી અંતિમયાત્રા પસાર કરવાની નોબત આવી હતી.

બારડોલી નગર માં એક બાજુ એનઆરઆઈ સિઝન પણ ચાલુ હોય સ્થાનિક નાના મોટા દુકાનદારોને વ્યાપાર અને વ્યવસાય કરવાનો ખરો સમય હોય ત્યારે બારડોલી નગરપાલિકા દ્વારા આડેધડ ખોદકામ કરીને માર્ગો બંધ કરી દેવાના સ્થાનિક રહીશો તો તોબા ઉઠ્યા છે . ગટર લાઈન ના નામે અનેક જગ્યાએ ખોદકામો કરાયા છે. જ્યાં કામ ચાલે છે ત્યાં શાસકો નિયમિત જોવા પણ મળતા નથી. જેથી નગરપાલિકામાં જાણે અધિકારી રાજે જ માજા મૂકી હોય તેવું ફલિત થઈ રહ્યો છે. સમયસર કામ પૂર્ણ નહીં થતા અનેક જગ્યાએ આવા ખોદકામોથી નગરજનો ત્રસ્ત બન્યા છે.

જેથી વહેલી તકે શાસકો અને નગરપાલિકા ના અધિકારીઓ દ્વારા આવા ખોદકામ કરાયેલા સ્થળોનું સમયસર કામ પૂર્ણ કરે ફરી માર્ગો બનાવી દેવામાં આવે. અને માર્ગો વાહનોની અવરજવર માટે ખુલ્લા પણ કરવામાં આવે તેવી લોક લાગણી પ્રવૃત્તિ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 25 IPS અધિકારીઓની બદલી: શમશેરસિંઘને એન્ટી કરપ્શન બ્યૂરોના ડિરેક્ટર પદ પર યથાવત

આ પણ વાંચો: રાજ્યમાં ફરી એક વખત IAS અધિકારીઓની બદલી

આ પણ વાંચો: ગુજરાતમાં IAS અધિકારીઓની બદલી, ગૌણ સેવા પંસદગી મંડળને મળ્યા નવા ચેરમેન