IPS Transfer/ ગુજરાતમાં 25 IPS અધિકારીઓની બદલી: શમશેરસિંઘને એન્ટી કરપ્શન બ્યૂરોના ડિરેક્ટર પદ પર યથાવત

Gujarat News : ગુજરાતમાં IPS બદલીઓનો દોર શરૂ થયો છે. રાજયમાં એકસાથે 25 IPS અધિકારઓની બદલીઓ કરવામાં આવી છે.

Top Stories Gujarat Breaking News
Cricket Tutorials YouTube Thumbnail 23 ગુજરાતમાં 25 IPS અધિકારીઓની બદલી: શમશેરસિંઘને એન્ટી કરપ્શન બ્યૂરોના ડિરેક્ટર પદ પર યથાવત

Gujarat News : સરકાર દ્વારા આજે મોડી સાંજે એક સાથે 25 IPS અધિકારીઓની બદલીનો દોર કરવામાં આવ્યો હતો. જેમાં ઘણા સમયથી સિનિયર IPS અધિકારી શમશેરસિંઘની કોઈ સારી જગ્યાએ બદલી થશે તેવી ચર્ચાઓ હતી, પરંતુ તેમને એન્ટી કરપ્શન બ્યુરોમાં તે જગ્યા પર યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે તેમનો કાયદા અને વ્યવસ્થા વિભાગનો હવાલો રાજકુમાર પાંડિયનને સોંપવામાં આવ્યો છે.

25 IPS/SPS અધિકારીઓની કરાઈ બદલી

રાજકુમાર પાંડિયનની ADGP લો એન્ડ ઓડર, શમશેરસિંઘને એન્ટી કરપ્શન બ્યૂરોના ડિરેક્ટર પદ પર યથાવત, અજય ચૌધરી બન્યા ADGP મહિલા સેલ, વિધિ ચૌધરીને અમદાવાદના સ્પે. કમિશનર બનાવાયા, એમ. એલ નીનામા બન્યા IGP સ્ટેટ ટ્રાફિક બ્રાંચ, જયપાલસિંહ રાઠોડ JCP સેક્ટર-2 અમદાવાદ, ડો. લીના પાટીલ બન્યા એડી. કમિશ્નર વડોદરા

ડો. સુધીર દેસાઈ બન્યા SP IB, ગાંધીનગર , બલરામ મીણા બન્યા DCP ઝોન-1 અમદાવાદ શહેર, હિમકર સિંહ બન્યા રાજકોટ ગ્રામ્ય SP, ઉષા રાડા બન્યા વડોદરા જેલ SP, સંજય ખરાત બન્યા અમરેલી SP, ડો. રવિન્દ્ર પટેલ ડાયરેક્ટર સ્ટેટ પો. હા. બોર્ડ., ગાંધીનગર , શ્રીપાલ શર્મા posting awaiting, વિકાસ સુંદા બન્યા કચ્છ (પશ્ચિમ)ભુજ SP , હિમાંશુ વર્મા બન્યા  SP CID ક્રાઈમ આર્થિક ગુના, આલોક કુમાર બન્યા DCP ઝોન-1 સુરત , અભિષેક ગુપ્તા બન્યા DCP ઝોન 3 વડોદરા

નીધી ઠાકુર ઠાકુરની અમદાવાદ સેન્ટ્રલ જેલના નવા જેલર તરીકે બદલી , એન. એ. મુનિયા કમાન્ડન્ટ SRPF ગ્રુપ 3, મડાણા , વસંતકુમાર નાઈ બન્યા SP પાટણ, ભરતકુમાર રાઠોડ બન્યા DCP ઝોન-2 અમદાવાદ , ભક્તિ ડાભી બન્યા DCP હેડ ક્વાર્ટર સુરત શહેર , મેઘા તેવર કમાન્ડન્ટ SRPF ગ્રુપ 6 સાબરકાંઠા, કોમલ વ્યાસ કમાન્ડન્ટ SRPF ગ્રુપ 17 જામનગર 

Cricket Tutorials YouTube Thumbnail 24 ગુજરાતમાં 25 IPS અધિકારીઓની બદલી: શમશેરસિંઘને એન્ટી કરપ્શન બ્યૂરોના ડિરેક્ટર પદ પર યથાવત

અમદાવાદ શહેરના ત્રણ IPS અધિકારીઓની બદલી બહાર કરવામાં આવી છે. જ્યારે કેટલાક અધિકારીઓને વેઇટિંગ ફોર પોસ્ટિંગ રાખવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાં સેક્ટર 2ની ખાલી પડેલી જગ્યા જે છેલ્લા આઠ મહિનાથી ચાર્જમાં ચાલતી હતી તે ભરાઈ છે, ત્યાર બાદ અમદાવાદ શહેરના ઝોન 1 અને ઝોન 2 ડીસીપીની બદલી કરવામાં આવી છે. શહેરના કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસની બદલી કરાઈ અમદાવાદ શહેરમાંથી ઝોન 1 ડીસીપી હિમાંશું વર્મા અને ઝોન 2 શ્રીપાલ શેસમાની બદલી કરી દેવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરના કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસની પણ બદલી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં સ્પેશિયલ બ્રાન્ચના એડિશનલ ડીજીપી અજય ચૌધરીની વુમન સેલમાં બદલી કરવામાં આવી છે. જ્યારે તેમનો ચાર્જ વિધિ ચૌધરીને સોંપવામાં આવ્યો છે. TRP આગકાંડમાં સાઈડ ટ્રેક થયેલા બે અધિકારીઓના સરકારે આકરા પગલાં લીધા હતા. જેમાં વિધિ ચૌધરી અને સુધીર દેસાઈની બદલી કરવામાં આવી હતી. ત્યાર બાદ ઘણા સમયથી તેઓ મુખ્ય પોસ્ટિંગ વિના હતા, ત્યારે આ વખતની બદલીના હુકમમાં તેમના નામનો સમાવેશ થયો છે. જેમાં સુધિર દેસાઈને આઇબીમાં જ્યારે વિધિ ચૌધરીને અમદાવાદમાં સ્પેશિયલ બ્રાન્ચ અને એડમિનનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

રાજ્યમાં આગામી સમયમાં વધુ IPS અધિકારીઓની બદલીની શક્યતા અમદાવાદ શહેરમાં સેક્ટર 2ની ખાલી પડેલી જગ્યા પર રાજકોટ રૂરલના ચાર્જમાં રહેલા ડીઆઇજી જયપાલસિંહ રાઠોડની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે હજી આગામી સમયમાં વધુ IPS અધિકારીઓની બદલી આવે તેવી શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં IPS બદલી – બઢતીનો દોર, 35 અધિકારીઓને અપાયા ટ્રાન્સફર ઓર્ડર

આ પણ વાંચો: ચૂંટણી પહેલા 12 IPS અધિકારીઓના બદલીના આદેશ, ઉષા રાડા સહિત 12 પોલીસ અધિકારીઓનું ટ્રાન્સફર

આ પણ વાંચો: ગુજરાતમાં 6 IPS અને 2 dyspની બદલી કરવામાં આવી,જુઓ યાદી