Gujarat/ ગુજરાતમાં IPS બદલી – બઢતીનો દોર, 35 અધિકારીઓને અપાયા ટ્રાન્સફર ઓર્ડર

રાજ્યમાં 35 IPS અધિકારીઓની કરાઈ બદલી અને બઢતી

Top Stories Gujarat Others Breaking News
YouTube Thumbnail 2024 04 14T125906.126 ગુજરાતમાં IPS બદલી - બઢતીનો દોર, 35 અધિકારીઓને અપાયા ટ્રાન્સફર ઓર્ડર

@શિવાશું સિંહ

Gujarat News: IPS અધિકારીઓની લાંબા સમયથી પેન્ડિંગ ટ્રાન્સફર ઓર્ડર આખરે જારી કરવામાં આવ્યો છે. ગુજરાતમાં એક સાથે 35 IPS અધિકારીઓની બદલી અને બઢતીના ઓર્ડર જારી કરવામાં આવ્યા છે. ગુજરાતના 10 IPS અધિકારીઓને સીધા પ્રમોશન આપવામાં આવ્યા છે. આ સાથે 74 દિવસના લાંબા ગાળા બાદ સુરતને નવા પોલીસ કમિશનર મળ્યા છે. સુરત શહેરમાં લાંબા સમયથી પોલીસ કમિશનરનું પદ ખાલી હતું ત્યારે આખરે અનુપમસિંહ ગેહલોતને સુરતના નવા સીપી બનાવવામાં આવ્યા છે. જેઆર મોથાલિયાને અમદાવાદના રેન્જ આઈજી બનાવાયા છે, જ્યારે નરસિમ્હા કોમર વડોદરાના નવા પોલીસ કમિશનર બન્યા છે.

લોકસભા ચૂંટણી 2024ની પ્રક્રિયા વચ્ચે IPSના પ્રમોશન અને ટ્રાન્સફરના ઓર્ડર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા IPS અધિકારીઓની પેનલની યાદી ચૂંટણી પંચને આપવામાં આવી હતી. ચૂંટણી પંચે મતગણતરી દરમિયાન આ ટ્રાન્સફરનો આદેશ આપ્યો છે. લાંબા સમય બાદ સુરત શહેરને નવા પોલીસ કમિશનર મળશે. ચૂંટણી પંચે આવી ઘણી ખાલી જગ્યાઓ પર આઈપીએસ અધિકારીઓની નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે.

  1. અનુપમ સિંહ ગેહલોત સુરતના નવા પોલીસ કમિશનર
  2. નરસિમ્હા કોમર વડોદરાના નવા પોલીસ કમિશનર
  3. તરૂણ દુગ્ગલ મહેસાણાના નવા SP બનાવાયા
  4. ઓમ પ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્ય SP બનાવાયા
  5. જે.આર. મોથલિયાને અમદાવાદ રેન્જ IG બનાવાયા
  6. પ્રેમવીર સિંહને સુરત રેન્જ IG બનાવાયા
  7. ચિરાગ કોરડિયાને કચ્છ બોર્ડર રેન્જ IG બનાવાયા

આ ઉપરાંત અમદાવાદના નવા રેન્જ આઈજી જે.આર.મોથલિયાને બનાવામાં આવ્યા છે. આ વર્ષે હસમુખ પટેલ સહિત 20થી વધુપોલીસ જવાનોને પ્રમોશન આપવામાં આવ્યુ છે. તેમજ પ્રેમવીરસિંહને સુરતના રેન્જ IG તરીકે નિમણૂક કરવામાં આવી છે. 1999 બેચના 5 IPS અધિકારીઓને ADG તરીકે બઢતી આપવામાં આવી છે.

badli 1 1713079071 ગુજરાતમાં IPS બદલી - બઢતીનો દોર, 35 અધિકારીઓને અપાયા ટ્રાન્સફર ઓર્ડર

ADG તરીકે બઢતી આપીને હાલની ફરજના સ્થળે યથાવત્ રખાયા છે. 1993 બેચના IPS હસમુખ પટેલની DG તરીકે બઢતી આપવામાં આવી છે.  ચિરાગ કોરડિયાની બોર્ડર રેન્જ IG તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે અમદાવાદના CP જે. એસ. મલિકની DG તરીકે બઢતી આપી છે. 3 વર્ષથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવી રહેલા IPSની બદલી કરવામાં આવી છે. લાંબા સમયના મનોમંથન બાદ IPS અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા હતા.

badli 2 1713079082 ગુજરાતમાં IPS બદલી - બઢતીનો દોર, 35 અધિકારીઓને અપાયા ટ્રાન્સફર ઓર્ડર

badli 4 1713079130 ગુજરાતમાં IPS બદલી - બઢતીનો દોર, 35 અધિકારીઓને અપાયા ટ્રાન્સફર ઓર્ડર

badli 5 1713079144 ગુજરાતમાં IPS બદલી - બઢતીનો દોર, 35 અધિકારીઓને અપાયા ટ્રાન્સફર ઓર્ડર

badli 6 1713079154 ગુજરાતમાં IPS બદલી - બઢતીનો દોર, 35 અધિકારીઓને અપાયા ટ્રાન્સફર ઓર્ડર

badli 7 1713079202 ગુજરાતમાં IPS બદલી - બઢતીનો દોર, 35 અધિકારીઓને અપાયા ટ્રાન્સફર ઓર્ડર

ips 1 1713078597 ગુજરાતમાં IPS બદલી - બઢતીનો દોર, 35 અધિકારીઓને અપાયા ટ્રાન્સફર ઓર્ડર


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દાવાદથી પટના માટે બે સ્પેશિયલ ટ્રેન દોડશે, UP સ્ટેશનો પર મળશે સ્ટોપેજ, જુઓ ટાઇમ-ટેબલ

આ પણ વાંચો:ધંધુકા નજીક ગોઝારો અકસ્માત સર્જાયો, 4 લોકોના ઘટનાસ્થળે મોત

આ પણ વાંચો:સિંધુભવન રોડ પર ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસનો દરોડો

આ પણ વાંચો:48 કલાકમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા આઈપીએસ અધિકારીઓના નામની પેનલ રજૂ કરવા નિર્દેશ