Not Set/ પૂર્વ રાષ્ટ્રપતિની સરકારને સલાહ, રસ્તાઓ પર આવેલી ભવિષ્યની પેઢીનો વિચાર પણ મહત્વપૂર્ણ

ગુરુવારે ચૂંટણી પંચ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હાજર રહ્યા હતા. તેમણે પ્રથમ સુકુમાર સેન સ્મૃતિ વ્યાખ્યાનને સંબોધિત કરતી વખતે પોતાનો મત આપ્યો હતો. તેમણે કહ્યું કે, ભારતીય લોકશાહીની સમયાંતરે પરીક્ષા લેવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં, લોકો મોટી સંખ્યામાં, રસ્તાઓ પર આવી ગયા છે, ખાસ કરીને યુવાનો, જે મુદ્દાઓ પર પોતાનો […]

Top Stories India
E5Z1KfUKQbchGLdtgS0TjJYBl5R zviTc19i uNnbWw પૂર્વ રાષ્ટ્રપતિની સરકારને સલાહ, રસ્તાઓ પર આવેલી ભવિષ્યની પેઢીનો વિચાર પણ મહત્વપૂર્ણ

ગુરુવારે ચૂંટણી પંચ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હાજર રહ્યા હતા. તેમણે પ્રથમ સુકુમાર સેન સ્મૃતિ વ્યાખ્યાનને સંબોધિત કરતી વખતે પોતાનો મત આપ્યો હતો. તેમણે કહ્યું કે, ભારતીય લોકશાહીની સમયાંતરે પરીક્ષા લેવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં, લોકો મોટી સંખ્યામાં, રસ્તાઓ પર આવી ગયા છે, ખાસ કરીને યુવાનો, જે મુદ્દાઓ પર પોતાનો વિચાર રાખવા માંગે છે જે તેમના મતે મહત્વપૂર્ણ છે. આ સાથે જ તેમણે સરકારને સલાહ પણ આપી હતી.

તેમણે કહ્યું હતું કે લોકશાહીમાં, દરેકને સાંભળવા, વિચારો વ્યક્ત કરવા, ચર્ચા કરવા, દલીલ કરવા અને અસંમત થવાનું મહત્વપૂર્ણ સ્થાન છે. તેમણે કહ્યું કે મારું માનવું છે કે દેશમાં શાંતિપૂર્ણ આંદોલનની હાલની લહેર ફરી એકવાર આપણા લોકશાહીનાં મૂળોને વધુ ઉંડી અને મજબૂત બનાવશે. તેમણે કહ્યું કે સંમતિ અને મતભેદ લોકશાહીનાં મૂળ તત્વો છે.

ભારતની સંસ્કૃતિ દરેકને સાથે રાખવાની છે. નાગરિકતા સુધારા અધિનિયમનો ઉલ્લેખ કર્યા વિના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું કે થોડા મહિનામાં લોકો જુદા જુદા મુદ્દાઓ પર રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ખાસ કરીને યુવાનોએ આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાનો અવાજ વ્યક્ત કર્યો છે. સંવિધાન પ્રત્યેની તેમની શ્રદ્ધા એક હૃદયસ્પર્શે તેવી  છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.