ગાંધીનગર/ એસ. કે. લાંગાના જમીન કૌભાંડ મામલે હાલના મંત્રીના અધિક અંગત સચિવની હકાલપટ્ટી

ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ કે લાંગા પ્રકરણમાં હાલના મંત્રીના ત્યાં ફરજ બજાવતા અધિક અંગત સચિવ ને તાત્કાલિક પોતાની ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા છે એટલે કે તેમની પ્રતિનિયુક્તિની સેવાઓ સરકારે પરત ખેંચી છે

Gandhinagar Top Stories Gujarat
Untitled 77 એસ. કે. લાંગાના જમીન કૌભાંડ મામલે હાલના મંત્રીના અધિક અંગત સચિવની હકાલપટ્ટી

ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ. કે. લાંગા (એસ. કે. લાંગા જમીન કૌભાંડ) પ્રકરણમાં હાલના મંત્રીના ત્યાં ફરજ બજાવતા અધિક અંગત સચિવને તાત્કાલિક પોતાની ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા છે એટલે કે તેમની પ્રતિનિયુક્તિની સેવાઓ સરકારે પરત ખેંચી છે અને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે અજયસિંહ ઝાલા નામના અધિક અંગત સચિવ કક્ષાના આ અધિકારી એસ.કે લાંગાના પ્રકરણમાં સંડોવાયેલા હોવાના અહેવાલ બહાર આવતા સરકારે હાલ તાત્કાલિક આ નિર્ણય કર્યો છે જેના કારણે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ફરજ મુક્તિનો ઓર્ડર કરવો પડે છે જોકે આ ઓર્ડર કયા કારણોસર કરે છે તેની વિગતો આવનાર સમયમાં જ જાણવા મળશે.

ઉલ્લેખનીય છે કે આદિજાતિ વિકાસ વિભાગ તેમજ પ્રાથમિક માધ્યમિક અને પ્રો. હાલના મંત્રીના કાર્યાલયમાં અધિક અંગત સચિવ તરીકેની ફરજો બજાવતા અજયસિંહ ઝાલાની સિનિયર સ્કેલ વર્ક એક તરીકે પ્રતિનિયુક્તિ કરવામાં આવી હતી. જેઓ મંત્રીના કાર્યાલયમાંના અધિક સચિવ તરીકે સેવાઓ આપતા હતા. પરંતુ પોલીસ હિરાસતમાં આવેલા પૂર્વ કલેકટર એસ કે લાંગા પ્રકરણનો રેલો મંત્રી કાર્યાલય સુધી પહોંચતા હજુ વધુ નામો ખુલે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

Untitled 78 એસ. કે. લાંગાના જમીન કૌભાંડ મામલે હાલના મંત્રીના અધિક અંગત સચિવની હકાલપટ્ટી

ગાંધીનગરનાં મુલાસણાની પાંજરાપોળની જમીન ભ્રષ્ટ્રાચાર મુદ્દે પૂર્વ IAS એસ કે લાંગા નામ ઉછળ્યું હતું. જમાં એસ.કે. લાંગા દ્વારા નનામા પત્રમાં જમીન કૌભાંડ  (Land scam)  મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પર આરોપો લાગ્યા હતા. ત્યારે આ બાબતે ખુલાસો કરતા પૂર્વ મુખ્યમંત્રીએ રૂપાણીએ જણાવ્યું હતું કે એસ.કે.લાંગા મને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે. મારા સમયમાં એસ.કે.લાંગા સામે ગેરરીતિની તપાસ કરવામાં આવી હતી. લાંગા હાઈ પાવર કમિટીની વાત કરીને ગેરમાર્ગે દોરે અને હાઈ પાવર કમિટીમાં પાંજરાપોળની કથિત જમીન બાબતે ક્યારેય ચર્ચા થઈ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે 18 મે, 2023ના દિવસે ગાંધીનગર સેકટર 7 પોલીસ સ્ટેશનમમાં જિલ્લા ક્લેક્ટરના કર્મચારીએ પૂર્વ ક્લેક્ટર એસ કે લાંગા વિરુદ્ધ સત્તાના દૂરઉપયોગ અને જમીન કૌભાંડમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી. ફરિયાદ નોંધાઇ ત્યારથી એસ કે લાંગા ફરાર થઇ ગયાં હતાં. જોકે ફરિયાદ થઈ તેના બે મહિના પછી ગાંધીનગર પોલીસે એસ કે લાંગાની આબુથી ધરપક્ડ કરી લીધી હતી.

આ પણ વાંચો:સુરતની નવી સિવિલ હોસ્પિટલના 7.56 કરોડના GST કૌભાંડની ચર્ચા વચ્ચે સુપ્રિટેન્ડન્ટે કર્યો ખુલાસો

આ પણ વાંચો:દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન મહી નદીમાં 5 યુવાનો ડૂબ્યા, મળ્યા બેના મૃતદેહ

આ પણ વાંચો:અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જ્યો, નશામાં ધૂત BMW કારના ચાલકની અટકાયત

આ પણ વાંચો:સુરત RTOની ટેક્સ ડિફોલ્ટર વાહનોન માલિકો સામે લાલ આંખ