Surat/ સુરત RTOની ટેક્સ ડિફોલ્ટર વાહનોન માલિકો સામે લાલ આંખ

સુરત આરટીઓમાં 6000 જેટલા વાહનો ટેક્સ ડિફોલ્ટર થયા છે. જે વાહનોનો ટેક્સ બાકી છે તે તમામ વાહન માલિકોને માર્ચ મહિના બાદ જ નોટિસ મોકલી આપવામાં આવી હતી.

Gujarat Surat Trending
Untitled 52 3 સુરત RTOની ટેક્સ ડિફોલ્ટર વાહનોન માલિકો સામે લાલ આંખ

@અમિત રૂપાપરા 

સુરત આરટીઓમાં 6000 જેટલા વાહનો ટેક્સ ડિફોલ્ટર થયા છે. જે વાહનોનો ટેક્સ બાકી છે તે તમામ વાહન માલિકોને માર્ચ મહિના બાદ જ નોટિસ મોકલી આપવામાં આવી હતી. નોટિસ બાદ પણ જે વાહન માલિકો RTOમાં વાહનનો ટેક્સ નથી ભરતા તેમની કોઈપણ મિલકતો હોય જમીન કે, મકાન તેના પર હવે બોજો નાખવાની કામગીરી પણ RTO દ્વારા હાથ ધરવામાં આવશે.

મહત્વની વાત છે કે જે ટેક્સ ડિફોલ્ટરો છે તેમને ટેક્સ ભરવા માટે RTO તરફથી નોટિસ આપવામાં આવશે. 3 વખત RTO દ્વારા આ ટેક્સ ડિફોલ્ટરોને નોટિસ આપવામાં આવશે. છતાં પણ ટેક્સ ડિફોલ્ટરો પોતાના વાહનનો બાકી ટેક્સ સુરત RTOમાં નહીં ભરે તો આવા ટેક્સ ડિફોલ્ટરોની મિલકત પણ ટાંચમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને ભવિષ્યમાં જ્યારે પણ આ મિલકતો વેચવાની થાય અથવા તો કંઈક ફેરબદલ કરવાનું થાય તો સૌપ્રથમ RTOમાં બાકી રહેલો ટેક્સ ભરવો પડશે અને ત્યારબાદ જ વાહન માલિક મિલકત વેચી શકશે અથવા તો ફેરબદલ કરી શકશે.

ઉપરાંત જે વાહનો ટેક્સ ડિફોલ્ટર થાય તે તમામ વાહનોની યાદી મહિનાના અંતે RTO ઇન્સ્પેક્ટરને આપવામાં આવે છે. જેથી કરીને આ ટેક્સ ડિફોલ્ટર વાહન જો રસ્તા પર પકડાઈ તો તેને RTOમાં રાખવામાં આવે છે અને વાહન માલિક દ્વારા ટેક્સની રકમ RTOને ભરપાઈ કર્યા બાદ જ તેનું વાહન છોડવામાં આવે છે. આ ઉપરાંત એક વર્ષ કરતા વધુ જે વાહનો પર ટેક્સ બાકી છે તેવા વાહનનો સામે બ્લેક લિસ્ટની કામગીરી પણ કરવામાં આવે છે. આવા વાહનોને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે. જેથી કરી જ્યારે આ વાહનને વેચાણ કરવાનું હોય અથવા તો અન્ય કોઈ તેમાં ફેરબદલ કરવાનું હોય તો તેની મંજૂરી RTOમાં લેવી પડે છે. RTOમાં જ્યારે વાહન માલિક મંજૂરી લેવા આવે છે. ત્યારે સૌ પ્રથમ તેને વાહનનો બાકી રહેલો જે ટેક્સ હોય છે તે ભરવો પડશે અને ત્યારબાદ જ તે આગળની પ્રક્રિયા કરી શકે છે.

મળતી માહિતી અનુસાર સુરત RTO દ્વારા 6000 જેટલા વાહનો ટેક્સ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે. આ 6000 વાહનોમાં 4000 ગુડ્સ વાહન, 1400 જેટલા JCB સહિતના કન્ટ્રક્શન વાહનોને ટેક્સ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 700થી 800 ટેક્સી કે મેક્સી જેવા અન્ય વાહનોને ટેક્સ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઈએ આવશે ગુજરાતની મુલાકાતે, સૌરાષ્ટ્રને આપશે મોટી ભેટ

આ પણ વાંચો:ફ્રુટવાળાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહ્યું પોતે વ્યાજખોરિના ચક્કરમાં ફસાયો છે સુરત પોલીસે 48 કલાકમાં જ કરી મદદ

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં ઝડપાયેલા ડ્રગ્સ તપાસ મામલે મોટો ધડાકો, ડ્રગ્સના FSLના રિપોર્ટ બાદ પોલીસની ઊંઘ ઉડી