GST કૌભાંડ/ સુરતની નવી સિવિલ હોસ્પિટલના 7.56 કરોડના GST કૌભાંડની ચર્ચા વચ્ચે સુપ્રિટેન્ડન્ટે કર્યો ખુલાસો

નવી સિવિલ હોસ્પિટલમાં 7.56 કરોડનું GST કૌભાંડ થયું હોવાની એક ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત આ બાબતે તપાસ માટે મુખ્યમંત્રીને કોઈ વ્યક્તિ દ્વારા પત્ર લખવામાં આવ્યો હોવાની પણ ચર્ચા છે.

Gujarat Surat
Untitled 55 સુરતની નવી સિવિલ હોસ્પિટલના 7.56 કરોડના GST કૌભાંડની ચર્ચા વચ્ચે સુપ્રિટેન્ડન્ટે કર્યો ખુલાસો

@અમિત રૂપાપર 

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મેનપાવર સપ્લાય કરતી કંપનીને GST ડિફરન્ટ ચૂકવવાને લઈને સુરતની નવી સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલમાં 7.56 કરોડનું GST કૌભાંડ થયું હોવાની એક ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત આ બાબતે તપાસ માટે મુખ્યમંત્રીને કોઈ વ્યક્તિ દ્વારા પત્ર લખવામાં આવ્યો હોવાની પણ ચર્ચા છે. ત્યારે છેલ્લા બેથી ત્રણ દિવસથી નવી સિવિલ હોસ્પિટલ દ્વારા 7.56 કરોડનું GST કૌભાંડ કરવામાં આવ્યું હોવાની જે વાતો ચાલી રહી છે તેને લઈને સૂરતની નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકર દ્વારા મીડિયા સમક્ષ ખુલાસો કરવામાં આવ્યો હતો.

જેમાં સુપ્રિટેન્ડન્ટ ગણેશ ગોવેકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આરોગ્ય કમિશનર દ્વારા જ મેનપાવર સપ્લાય કરતી વિશ્વા એન્ટરપ્રાઇઝ નામની મહેસાણાની કંપનીને GSTના તફાવતની રકમ ચૂકવવાના આદેશો કરવામાં આવ્યા હતા. 29-10-2022ના રોજ જે લેટર અમને મળ્યો છે તે લેટરમાં મહેસાણાની વિશ્વા એન્ટરપ્રાઇઝ નામની જે કંપની છે જે સિવિલ હોસ્પિટલને મેનપાવર સપ્લાય કરે છે તે એજન્સીને 2020થી 2022 સુધીનો GSTનો જે તફાવત છે તે ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો અને આ લેટરના આધારે જ વિશ્વા એન્ટરપ્રાઇઝને નવી સિવિલ હોસ્પિટલ તરફથી 7.56 કરોડનું GST બિલ ચૂકવવામાં આવ્યું છે.

નવી સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકર દ્વારા વધુ કહેવામાં આવ્યું હતું કે જે લેટર આરોગ્ય કમિશનર તરફથી આપવામાં આવ્યો હતો તેમાં એકથી ચાર વર્ગના જે કર્મચારીઓ વિશ્વા એન્ટરપ્રાઇઝ કંપની દ્વારા આપવામાં આવ્યા છે તેમના કેટેગરી વાઇઝ ડિફરન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ડિફરન્ટ જ કંપનીને ચૂકવવામાં આવ્યો છે અને એ પણ ઉચ્ચ સ્તરેથી આદેશ મળ્યા બાદ.

મહત્વની વાત છે કે, જે સમયે વિશ્વા એન્ટરપ્રાઇઝ નામની કંપનીનો કોન્ટ્રાક્ટ નવી સિવિલ હોસ્પિટલ સાથે થયો હતો તે સમયે એટલે કે, 2016માં GST લાગુ થયું ન હતું અને કોન્ટ્રાક્ટમાં GSTની રકમ દર્શાવવામાં આવી ન હતી અને ત્યારબાદ GST લાગુ થતા આ કંપનીને GST ચૂકવવું પડતું હતું અને તેના જ કારણે કંપની દ્વારા નવી સિવિલ હોસ્પિટલ પાસે GSTના જે નાણા હતા તે ક્લેમ કરવામાં આવ્યા હતા અને ગાંધીનગરથી આદેશ મળતા નવી સિવિલ હોસ્પિટલ દ્વારા 7.56 કરોડ રૂપિયા વિશ્વા એન્ટરપ્રાઇઝને ચૂકવવામાં આવ્યા હોવાનું પણ ડોક્ટર ગણેશ ગોવેકર દ્વારા કહેવામાં આવ્યું છે.

હવે જ્યારે આ સમગ્ર મામલે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે પરંતુ બીજી તરફ એક વ્યક્તિએ આ મામલે મુખ્યમંત્રી સુધી જ્યારે એક પત્ર લખ્યો હોય ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને કોઈ તપાસના આદેશ આપવામાં આવે છે કે, નહીં. કારણકે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે 2020થી 2022 વચ્ચેના કર્મચારીઓના 6 મહિના પહેલાના તફાવતના બાકી બિલોના નામે 124 બિલ રજૂ કરીને 7.56 કરોડ રૂપિયાના GST બિલ મૂકી એજન્સીએ આ પૈસા પકાવ્યા છે પરંતુ જો તપાસ થાય તો જ મામલે કોઈ સ્પષ્ટતા થઈ શકે તેમ છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, આ મામલે સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવે છે કે નહીં.

આ પણ વાંચો:અમદાવાદના 15 ટકા કેમેરા હજુ પણ બંધ હાલતમાં, કરોડોનું મેન્ટેનન્સ શા માટે?

આ પણ વાંચો:તથ્ય પટેલનો ચિઠો આવતી કાલે કોર્ટમાં!

આ પણ વાંચો:નવ યુવાનોનો ભોગ લેનારા તથ્ય પટેલનું ત્રીજું કારસ્તાન આવ્યું સામે, 6 મહિના પહેલા જ કર્યું હતું એવું કે..

આ પણ વાંચો:વિદ્યાર્થીઓના આરોગ્યને લઇ વાલીઓ થશે ચિંતા મુક્ત, આંખ આવવાની બીમારીને લઈને સુરતની શાળાઓએ કરી આ વ્યવસ્થા