Ahmedabad/ પાલડી કોંગ્રેસ ભવન ખાતે મહિલાઓએ કર્યો વિરોધ, કમળાબેન ચાવડાને ટિકિટ ન આપવા કરી રજૂઆત

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષોએ પોત પોતાના ઉમેદવાર નક્કી કરવા માટે કવાયત હાથ ધરી છે….

Ahmedabad Gujarat
police attack 49 પાલડી કોંગ્રેસ ભવન ખાતે મહિલાઓએ કર્યો વિરોધ, કમળાબેન ચાવડાને ટિકિટ ન આપવા કરી રજૂઆત

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષોએ પોત પોતાના ઉમેદવાર નક્કી કરવા માટે કવાયત હાથ ધરી છે. ત્યારે ઘણી જગ્યાઓએ રહીશો દ્વારા કામ ન થવાને લઇને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. જેમા એક નામ બેહરામપુરાનાં રહીશોનું ઉમેરાયુ છે.

જે પગલે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે બેહરામપુરાનાં રહીશો પહોચ્યા હતા. અમે પૂર્વ વિપક્ષ નેતા કમળાબેન ચાવડા વિરુદ્ધ પોસ્ટર લઈને પ્રદર્શન કર્યું હતું, જેમાં બેહારામપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લોકોને પડતી સમસ્યાઓનો નિકાલ ન થતો હોવાની રજુઆત કરી હતી. સાથે સાથે આગામી ચૂંટણીમાં ટીકીટ ન આપવાની માંગ બેહારામપુરાનાં રહીશો દ્વારા કરવામાં આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો