Not Set/ સરકાર દ્વારા મગફળીની ટેકાનાં ભાવે ખરીદી શરૂ, છતા નથી આવી રહ્યા ખેડ઼ૂતો, જાણો કારણ

સરકાર દ્વારા મગફળીની ટેકાનાં ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી. જો કે ગુજરાત પર આવેલા વાવાજોડાનાં સંકટ બાદ સરકારે ખરીદી બંદ કરી દીધી હતી જે બંદ કરાયેલી ખરીદી હવે શરૂ થઈ ચૂકી છે. આ વર્ષે ખેડૂતોને ચોમાસુ પાકમાં મોટું નુકશાન થયું છે અને ખેડૂતોએ તેમને થયેલા નુકશાન અંગે સરકાર […]

Gujarat Others
Nuts1 સરકાર દ્વારા મગફળીની ટેકાનાં ભાવે ખરીદી શરૂ, છતા નથી આવી રહ્યા ખેડ઼ૂતો, જાણો કારણ

સરકાર દ્વારા મગફળીની ટેકાનાં ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી. જો કે ગુજરાત પર આવેલા વાવાજોડાનાં સંકટ બાદ સરકારે ખરીદી બંદ કરી દીધી હતી જે બંદ કરાયેલી ખરીદી હવે શરૂ થઈ ચૂકી છે.

Nuts સરકાર દ્વારા મગફળીની ટેકાનાં ભાવે ખરીદી શરૂ, છતા નથી આવી રહ્યા ખેડ઼ૂતો, જાણો કારણ

આ વર્ષે ખેડૂતોને ચોમાસુ પાકમાં મોટું નુકશાન થયું છે અને ખેડૂતોએ તેમને થયેલા નુકશાન અંગે સરકાર સમક્ષ ટેકાનાં ભાવોની માંગણી કરી હતી ત્યારે ખેડૂતોની માંગણીને લઈ સરકારે આજથી મગફળીની ટેકાનાં ભાવે ખરીદી શરૂ કરી દીધી છે પરંતુ સરકારની જાહેરાત બાદ પણ ખેડૂતો ખૂબ જ ઓછી સંખ્યામાં મગફળીનું ટેકાનાં ભાવે વેચાણ કરી રહ્યા છે. હળવદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પણ ગુજરાત સરકાર દ્વારા મગફળીની ટેકાનાં ભાવે ખરીદી કરવામાં આવી રહી છે.

Nuts2 સરકાર દ્વારા મગફળીની ટેકાનાં ભાવે ખરીદી શરૂ, છતા નથી આવી રહ્યા ખેડ઼ૂતો, જાણો કારણ

અગાઉ ખરીદી બંદ કર્યા બાદ સરકાર દ્વારા ફરી ખરીદી શરૂ કરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી હોવા છતાં ખેડૂતો ખૂબ જ ઓછા પ્રમાણમાં ટેકાનાં ભાવે મગફળી વેચવા માટે આવી રહ્યા છે. અને જે ખેડૂતો વેચાણ કરવા માટે આવી રહ્યા છે તેમનું માનવું છે કે ખુલ્લા બજારમાં મગફળીનાં ભાવો ખૂબ નીચા મળતા હોવાના લીધે રાહ જોયા બાદ હવે ટેકાનાં ભાવે મગફળીનું વેચાણ કરવું પડી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.