Not Set/ અંકલેશ્વર: પ્રેમીને પામવા યુવતીએ તેની જ ખાસ બહેનપણીની ઠંડા કલેજે કરી હત્યા

અંકલેશ્વર, ઘણીવાર ઉપરછલ્લી રીતે સુંવાળા વાગતા સંબંધો અંદરખાને વિસ્ફોટક સાબિત થતા હોય છે.આવા સંબંધોનો માની ના શકાય તેવો અંકલેશ્વરમાંથી સામે આવ્યો છે. અંકલેશ્વરમાં એક યુવતીએ એની જ ફ્રેન્ડની હત્યા કરી નાંખી છે. અંકલેશ્વરમાં રવિના નામની યુવતિની હત્યા તેની બહેનપણી ધર્મિષ્ઠાએ જ  કરી નાખી હતી અને લાશને પંખા પર લટકાવી દઇને તેને આત્મહત્યામાં ખપાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. […]

Top Stories Gujarat Others
dcjsdoi 5 અંકલેશ્વર: પ્રેમીને પામવા યુવતીએ તેની જ ખાસ બહેનપણીની ઠંડા કલેજે કરી હત્યા

અંકલેશ્વર,

ઘણીવાર ઉપરછલ્લી રીતે સુંવાળા વાગતા સંબંધો અંદરખાને વિસ્ફોટક સાબિત થતા હોય છે.આવા સંબંધોનો માની ના શકાય તેવો અંકલેશ્વરમાંથી સામે આવ્યો છે. અંકલેશ્વરમાં એક યુવતીએ એની જ ફ્રેન્ડની હત્યા કરી નાંખી છે.

અંકલેશ્વરમાં રવિના નામની યુવતિની હત્યા તેની બહેનપણી ધર્મિષ્ઠાએ જ  કરી નાખી હતી અને લાશને પંખા પર લટકાવી દઇને તેને આત્મહત્યામાં ખપાવી દેવાનો પ્રયાસ કરાયો હતો.

અંકલેશ્વરના ઈશકૃપા રેસિડેન્સિના ફ્લેટ નંબર 302માં નર્સિગના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતિઓ રહેતી હતી. અહિયાં નેત્રંગની રહેવાસી 23 વર્ષિય રવિનાએ ક્યારેય નહીં વિચાર્યું હોય કે તેની જ મિત્ર ધર્મિષ્ઠા તેનો જીવ લઇ લેશે.

ધર્મિષ્ઠા જે યુવકને પ્રેમ કરતી હતી, તેના લગ્ન રવિના સાથે થવાના હતા અને બસ આ જ વાતનું ઝેર રાખીને ધર્મિષ્ઠાએ મોકો જોઇને પોતાની જ બેનપણીનું ગળુ દબાવીને પોતે ઉંઘની ગોળીઓ લઇ લીધી  હતી.

ધર્મિષ્ઠાએ આ બધુ તેને પ્રેમીને પામવા માટે કર્યું હતુ.મૃતક રવિનાના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેમની દીકરીની જે યુવક સાથે સગાઈ થઈ હતી, તેની સાથે રવિનાની જ બહેનપણી ધર્મિષ્ઠાને પ્રેમ સંબંધ હતો, તેણે સરપ્રાઇઝ આપવાનું કહીને રવિનાને પોતાના રૂમમાં બોલાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.અને તેના મૃતદેહને પંખા પર લટકાવીને આત્મહત્યામાં ખપાવી દેવાનું ષડયંત્ર રચાયું હતુ.

હાલમાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે કે આ હત્યાકાંડમાં અન્ય કોઇની સંડોવણી છે કે નહીં.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.