Not Set/ સગીરા પર રેપ કરનાર 6ને આજીવન કેદ,દુષ્કર્મમાં સાથ આપનાર માતા બહેનને 7 વર્ષની સજા ફટકારતી કોર્ટ

જામનગર, જામનગર સગીરા પર દુષ્કર્મ કેસમાં છ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જામનગર સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા વર્ષ 2016ના સામુહિક દુષ્કર્મના 6 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. સાથે જ અન્ય બે મહિલા આરોપીઓને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે.આ કેસમાં સગી માતા અને બહેનને સાત વર્ષની સજા સેશન્સ કોર્ટે સંભળાવી છે. […]

Top Stories Rajkot Gujarat
maya 1 સગીરા પર રેપ કરનાર 6ને આજીવન કેદ,દુષ્કર્મમાં સાથ આપનાર માતા બહેનને 7 વર્ષની સજા ફટકારતી કોર્ટ

જામનગર,

જામનગર સગીરા પર દુષ્કર્મ કેસમાં છ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જામનગર સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા વર્ષ 2016ના સામુહિક દુષ્કર્મના 6 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. સાથે જ અન્ય બે મહિલા આરોપીઓને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે.આ કેસમાં સગી માતા અને બહેનને સાત વર્ષની સજા સેશન્સ કોર્ટે સંભળાવી છે.

જામનગરમાં સગીપુત્રીને દેહવ્યાપર તરફ ધકેલનાર માતા થતાં મોટી બહેન અને 6 દેહ ભૂખ્યા ગ્રાહકો સામે ભોગ બનનાર સગીરાએ ત્રણ વર્ષ પહેલા ફરિયાદ નોંધાવ્યા પછી આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓને તકસીરવાન ઠરાવ્યા છે.

આ તમામ આઠ પૈકીના માતા-બહેનને સાત-સાત વર્ષની કેદની સજા તેમજ છ શખ્સોને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે, જો કે આ કેસમાં મુખ્ય ઉધોગપતિ આરોપી હજુ સુધી ફરાર છે.

જામનગરના ચકચારી એવા વર્ષ 2016 ના ગેંગ રેપ કેસની વાત કરીએ તો, સિટી-સી ડિવિઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતી 15 વર્ષની એક સગીરા વર્ષ 2016માં પોતાની માતા ઋકસાના બેન તેમજ મોટી બહેન મુસકાન તેની પાસે દેહ વ્યાપાર બળજબરી પૂર્વક કરાવતી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તેણીના નિવેદન પરથી માતા, બહેન તેમજ ગ્રાહક તરીકે આવતા આરોપી રણજીતસિંહ ઉર્ફે દશરથસિંહ ખુમાનસિંહ જાડેજા, બશીર હસન સાજણ, વિનોદ હીરાભાઈ ઉર્ફે ભૂરા, કિરણ જેરામભાઇ બોરિચા, અકબર ગુલામ બદરમિયા સહિતના 6 સામે IPC કલમ તેમજ પોસકો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા સરકાર પક્ષે તપાસનીશ અધિકારી, તબીબ વગેરેની જુબાની ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરતાં ન્યાયમૂર્તિ પી.સી.રાવલે આઠેય આરોપીઓને તકસીરવાન ઠરાવ્યા હતા.

આ તમામને આજે સજા સંભાળવવામાં આવી છે. અદાલતે ભોગ બનારની સગી માતા તેમજ મોટી બહેનને 7 વર્ષની કેદની સજા અને ગ્રાહક આરોપીઓને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે,

જો કે આ કેસમાં મુખ્ય આરોપી ઉધોગપતિ ભાવેશ સાયાણી હજુ સુધી ફરાર છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.