surat rathyatra/ સુરતમાં છ-છ સ્થળોએથી નીકળી રથયાત્રા

અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે. જે પરંપરા મુજબ આજે સુરત શહેરના વિવિધ 6 સ્થળ પરથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી છે.

Top Stories Gujarat Surat
Surat Rathyatra સુરતમાં છ-છ સ્થળોએથી નીકળી રથયાત્રા

અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે. જે પરંપરા મુજબ આજે સુરત શહેરના વિવિધ 6 સ્થળ પરથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી છે.

ધાર્મિક માન્યતા મુજબ ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે અષાઢ સુદ બીજના દિવસે નગરચર્યાએ નીકળે છે. આજ પરંપરા મુજબ સુરત શહેરના 6 વિસ્તારમાંથી ભગવાનની રથયાત્રા નીકળે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢ સુદ બીજના દિવસે ભગવાનની નગરચર્યા અલગ અલગ વિસ્તારમાંથી નીકળી છે. આ તમામ રથયાત્રામાં શહેર પોલીસના અધિકારીઓ સહિત 3900થી પણ વધુ જવાનો બંદોબસ્તમાં હાજર રહ્યા છે.

વધુમાં શહેરભરમાંથી નીકળનારી રથયાત્રામાં મુખ્ય આકર્ષણના કેન્દ્રની વાત કરીએ તો, શહેરની સૌથી પૌરાણિક રથયાત્રા મહિધરપુરા ગોળશેરી સ્થિત ગોડિયાબાવા મંદિરમાંથી નીકળી હતી. આ રથયાત્રા સવારે નીકળી હતી. ત્યારબાદ વરાછા ઈસ્કોન મંદિરની રથયાત્રામાં ભગવાનની અલગ અલગ લીલાઓના દર્શન ભક્તોએ કરી હતી.

કતારગામ રથયાત્રા બપોરે ત્રણ કલાકે અમરોલી બ્રિજ જૂના જકાતનાકાથી નીકળી કતારગામ રોડ, ગજેરા સર્કલ, રત્નમાલા ચાર રસ્તાથી અમરોલી તાપી નદી બ્રિજ પરથી માન સરોવર સર્કલ ખાતે પહોંચી હતી.

મહિધરપુરાગોળશેરી ગોડિયાબાવા મંદિરેથી રથયાત્રા બપોરે 3.15 કલાકે નીકળી ભૂતશેરી, મણીયાશેરી, કુંભારશેરી, દાળિીાશેરી, કંસારશેરી, વાણિયાશેરી, જદાખાડી જઈને હીરાબજાર, દેવીદાસની પીપળાશેરી, હવાડાશેરી, નાગરશેરી રોડ પરથી ગુદીશેરી, લાલદરવાજા, મોટીશેરી, પીપળાશેરી, મંછરપુરા, દિલ્હીગેટ, ગલેમંડી રોડથી ગોડિયાબાવા મંદિરે પરત ફરશે.

વરાછાબપોરે બે વાગે મિનીબજાર માનગઢ ચોકથી રથયાત્રા નીકળી બરોડા પ્રિસ્ટેજ, હીરાબાગ સર્કલ, કાપોદ્રા-ઉતરાણ બ્રિજ પરથી વીઆઈપી સર્કલ થઈને સુદામાચોક, રામચોક, લજામણી ચોકથી સવજી કોરાટ બ્રિજ પરથી સરથાણા જકાતનાકા નેચરપાર્ક ખાતે રથાયાત્રાની પૂજાવિધિ બાદ પૂર્ણાહુતિ થશે.

જહાંગીરપુરા રેલવે સ્ટેશન ખાતેથી બપોરે ત્રણ વાગે નીકળી દિલ્હીગેટ થઈને રિંગરોડ સહારા દરવાજા, માન દરવાજા, મજુરાગેટ તરફ આગળ વધીને અઠવાગેટ બ્રિજ પરથી અડાજણ-રાદેર તરફ નીકળી જહાંગીરપુરા ઈસ્કોન મંદિર ખાતે પહોંચી યાત્રાની પૂર્ણાહુતિ થશે.

સચિનકનકપુર સચિનના કૃષ્ણકુંજ સોસાયટી ખાતે જગન્નાથ મંદિરથી રથયાત્રા બપોરે એક વાગે નીકળી સચિન સ્ટેશન બજાર થઈને એલ. ડી.હાઈસ્કૂલ, વાંઝ ત્રણ રસ્તા, સુરત-નવસારી મેઈન રોડથી સચિન ગામ રામમંદિર પાસેથી રથયાત્રા પરત વળી વાંઝ થઈ માર્કડેશ્વર મંદિરના બાહુડા મંદિર ખાતે યાત્રાની પૂર્ણાહુતિ થશે.

પાંડેસરા ગોવાલક રોડ જગન્નાથ મંદિરેથી રથયાત્રા નીકળી મહાદેવનગર, શક્તિનગર, પીયૂષ પોઈન્ટ, ચીકુવાડી, ઉધના ગાંધીકુટીર, પ્રમુખ ફરસાણ થઈને પરત પીયૂષ પોઈન્ટ પાસે રથયાત્રાની પૂર્ણાહુતિ કરાશે.

 

આ પણ વાંચોઃ રથયાત્રા/ ભગવાન જગન્નાથ મોસાળ સરસપુરથી નિજમંદિર જવા નીકળ્યા, તંબુચોકી પહોંચ્યા

આ પણ વાંચોઃ વડોદરા રથયાત્રા/ વડોદરામાં પણ નીકળી જબરજસ્ત રથયાત્રાઃ વિદ્યાર્થીઓએ પણ રથ ખેંચ્યો

આ પણ વાંચોઃ Rajkot-Sanatani Bulldozer/ રાજકોટની રથયાત્રામાં સનાતની બુલડોઝરની બોલબાલા

આ પણ વાંચોઃ ભગવાન મોસાળમાં/ ભગવાન જગન્નાથ મોસાળમાં પહોંચ્યાઃ મોસાળમાં ભાવભીનું સ્વાગત અને જમણવાર શરૂ

આ પણ વાંચોઃ PM-Modi-Bese Wishes/ વડાપ્રધાને રથયાત્રાની સાથે કચ્છીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી