દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વહેલી PM Modi-Kutch સવારે કચ્છી ભાષામાં કચ્છ વાસીઓને અષાઢી બીજના પર્વે નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. આ ઉપરાંત રથયાત્રાના એક વીડિયો સાથે તેમણે દેશના લોકોને રથયાત્રાના પાવન પ્રસંગે શુભેચ્છાઓ આપી હતી.
ઉલ્લેખનીય છે કે આજે અષાઢી બીજના પર્વે દેશભરમાં PM Modi-Kutch ઠેરઠેર નાની મોટી રથયાત્રાઓ કાઢી લોકો ભગવાન જગન્નાથના દર્શન કરવાના અવસરનો લાભ લેતા હોય છે. બીજી તરફ આજે ગુજરાતના કચ્છમાં વસેલા કચ્છી ભાઈઓ બહેનોનું આ નવું વર્ષ શરૂ થાય છે.
ઉપરાંત લોકોને રથયાત્રાની શુભેચ્છાઓ આપતા PM Modi-Kutch પ્રધાનમંત્રીએ લખ્યું કે, સૌને રથયાત્રાની શુભેચ્છાઓ. જ્યારે આપણે પવિત્ર પ્રસંગની ઉજવણી કરીએ છીએ, ત્યારે ભગવાન જગન્નાથની દિવ્ય યાત્રા આપણા જીવનને આરોગ્ય, સુખ અને આધ્યાત્મિક સમૃદ્ધિથી ભરી દે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓ સીએમ હતા PM Modi-Kutch ત્યારથી તેમને કચ્છ પ્રત્યે વિશેષ લગાવ રહ્યો છે. તેમણે સીએમ હતા ત્યારે કચ્છના વિકાસમાં ખાસ રસ લીધો હતો અને આજે પીએમ છે ત્યારે પણ કચ્છ હંમેશા તેમની નજરમાં રહ્યું છે. તેથી કચ્છની વાત આવે ત્યારે પીએમ મોદી હંમેશા ભાવવિભોર થઈ જતાં જોવા મળ્યા છે.
તેથી જ રથયાત્રાના પવિત્ર પર્વ નિમિત્તે PM Modi-Kutch તેઓ કચ્છી માંડુઓને અમેરિકા જવા ઉપડવાની તૈયારીઓની વ્યસ્તતા વચ્ચે પણ અભિનંદન પાઠવવાનું ભૂલ્યા ન હતા. તે પણ તેમણે પાછા કચ્છીઓને તેમની કચ્છી ભાષામાં અભિનંદન પાઠવીને તેમના દિલ જીતી લીધા હતા. આમ આજે પણ તેમના હૃદયમાં કચ્છનું અનેરું સ્થાન છે. તેથી જ કચ્છમાં જ્યારે બિપરજોયની આફત આવી ત્યારે તેમણે કચ્છને ખડેપગે કરી દીધું હતું.
આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથની 146મી ભવ્ય રથયાત્રા/ Rathyatra Live:પહેલો રથ કાલુપુર સ્ટેશન પહોંચ્યો, CM ડેશ બોર્ડથી નજર રાખી રહ્યા છે
આ પણ વાંચોઃ રથયાત્રા/ આંખ પર પટ્ટી બાંધીને પૂજારીઓ બદલે છે ભગવાન જગન્નાથની મૂર્તિ,રહસ્યમય છે આ પરંપરા
આ પણ વાંચોઃ PahindVidhi/ પહિંદવિધિ અંગે જાણો, આનંદીબેન પહિંદવિધિ કરનારા એકમાત્ર મહિલા મુખ્યમંત્રી
આ પણ વાંચોઃ Jagannath Rathyatra/ જાણો શા માટે ભગવાન જગન્નાથની મૂર્તિ રહી અધૂરી, આજે પણ મૂર્તિમાં ધડકે છે શ્રી કૃષ્ણનું હૃદય
આ પણ વાંચોઃ Jagannath Rathyatra/ ઓડિશાના પુરી સહિત દેશભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની ઉજવણી, PM મોદીએ પાઠવ્યા અભિનંદન