Not Set/ વડાપ્રધાન આવશે ગુજરાતની મુલાકાતે, કેશોદ એરપોર્ટ ફરી ચાલું કરવા માંગ

પી.એમ નરેન્દ્ર મોદીનો ગુજરાતની મુલાકાત જુલાઇમાં ભારે વરસાદથી રદ થયેલો હતો. પરંતુ 23 ઓગસ્ટના રોજ એક દિવસીય પુન:પ્રવાસનુ આયોજન કરવામાં આવ્યુ છે. તે દિવસે વડાપ્રધાન જુનાગઢ, વલસાડ અને ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપશે. વલસાડમાં તેઓ બે પ્રોજેકટનુ લોકાર્પણ કરશે અને આવાસ યોજના હેઠળ મકાનો લાભાર્થીઓને ફાળવશે. આ ઉપરાંત ધરમપુર પાણી પુરવઠા જૂથ યોજનાનુ પણ લોકાર્પણ કરશે. […]

Top Stories Gujarat Others Trending
dfsaA 20 વડાપ્રધાન આવશે ગુજરાતની મુલાકાતે, કેશોદ એરપોર્ટ ફરી ચાલું કરવા માંગ

પી.એમ નરેન્દ્ર મોદીનો ગુજરાતની મુલાકાત જુલાઇમાં ભારે વરસાદથી રદ થયેલો હતો. પરંતુ 23 ઓગસ્ટના રોજ એક દિવસીય પુન:પ્રવાસનુ આયોજન કરવામાં આવ્યુ છે. તે દિવસે વડાપ્રધાન જુનાગઢ, વલસાડ અને ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપશે.

વલસાડમાં તેઓ બે પ્રોજેકટનુ લોકાર્પણ કરશે અને આવાસ યોજના હેઠળ મકાનો લાભાર્થીઓને ફાળવશે. આ ઉપરાંત ધરમપુર પાણી પુરવઠા જૂથ યોજનાનુ પણ લોકાર્પણ કરશે. ત્યારબાદ જૂનાગઢ ખાતે મેડિકલ કોલેજનુ ઉદધાટન કરશે. સાંજે ગાંધીનગર ખાતે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીના પદવીદાન કાર્યક્રમમાં હાજરી આપશે.

વડાપ્રધાનને પત્ર લખ્યો,  કેશોદ એરપોર્ટ છેલ્લા 18 વર્ષથી બંધ હાલતમાં

કેશોદનું વર્ષોથી બંધ પડેલું એરપોર્ટ ફરી શરૂ  થાય તે  માટે વડાપ્રધાનને પત્ર લખીને  રજૂઆત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 23 ઓગસ્ટે જૂનાગઢ  કેશોદ એરપોર્ટ શરૂ કરવાની જાહેરાત કરે તેવી માંગણી સાથે જૂનાગઢના જાગ્રુત નાગરિક શશિકાંત ભાઈ દવેએ વડાપ્રધાનને પત્ર લખ્યો હતો.

૭૫ વર્ષ પહેલા કેશોદનું એરપોર્ટ  બન્યું હતું. પરંતુ  છેલ્લા 18 વર્ષથી કેશોદ-મુંબઇ ની વિમાન બંધ હાલતમાં છે. કેશોદનાં વેપારીઓ રાજકીય આગેવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ અનેક વખત મૌખિક લેખિત રજુઆત કરી હતી.

કેશોદનુ એરપોર્ટ શરૂ થાય તો જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લા સહીત અનેક તાલુકાના ઉદ્યોગપતિઓ તથા મુસાફરોને વિમાની સેવાનો લાભ લઈ શકશે.

આ વાંચો: એવું તો શું થયું જે રાજ્યસભામાં અરુણ જેટલીએ પ્રધાનમંત્રી મોદીને હાથ મિલાવવાની પાડી ના…?. વાંચો.