Not Set/ કુમારસ્વામીના શપતવિધિમાં થયો લાખો રૂપિયાનો ખર્ચ, આંકડો જાણીને રહી જશો દંગ

બેંગલુરુ, કર્ણાટક વિધાનસભાની ચુંટણી બાદ જોવા મળેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ એચ ડી કુમારસ્વામીએ રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં. ૨૩ મેના રોજ યોજાયેલા બેંગલુરુમાં યોજાયેલા આ શપતવિધિ સમારોહમાં દેશની વિપક્ષી પાર્ટીઓના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મોદી સરકાર વિરુધ મહાગઠબંધનની તાકાત પણ બતાવવામાં આવી હતી. જો કે એચ ડી કુમારસ્વામીની આ શપતવિધિમાં આવેલા VVIP મહેમાનો પાછળ […]

India Trending
rahul gandhi sonia gandhi swearing in 650 625x300 1527069542232 2 કુમારસ્વામીના શપતવિધિમાં થયો લાખો રૂપિયાનો ખર્ચ, આંકડો જાણીને રહી જશો દંગ

બેંગલુરુ,

કર્ણાટક વિધાનસભાની ચુંટણી બાદ જોવા મળેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ એચ ડી કુમારસ્વામીએ રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં. ૨૩ મેના રોજ યોજાયેલા બેંગલુરુમાં યોજાયેલા આ શપતવિધિ સમારોહમાં દેશની વિપક્ષી પાર્ટીઓના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મોદી સરકાર વિરુધ મહાગઠબંધનની તાકાત પણ બતાવવામાં આવી હતી.

જો કે એચ ડી કુમારસ્વામીની આ શપતવિધિમાં આવેલા VVIP મહેમાનો પાછળ જે ખર્ચ કરવામાં આવ્યો છે તે અંગે એક રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટમાં દર્શાવવામાં આવેલા આ આંકડા જોઇને એક તબક્કે તમે પણ ચોકી શકો છો.

RTIના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, કોંગ્રેસ-JDS ગઠબંધન સરકારના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના એક દિવસમાં ગણતરીના કલાકોના શપતવિધિ કાર્યક્રમ પાછળ ૪૨ લાખ રૂપિયા ખર્ચ કરાયા છે.

આ રિપોર્ટ મુજબ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુએ સૌથી વધુ ૮,૭૨,૪૭૫ રૂપિયા ખર્ચ કર્યા છે, જયારે પોતાની સરકારને એક આમ આદમી સરકાર કહેનારા અરવિંદ કેજરીવાલે પણ અંદાજે ૨ લાખ રૂપિયા ખર્ચ કર્યા છે.

મહત્વનું છે કે, કુમારસ્વામીના શપતવિધિમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચન્દ્રબાબુ નાયડુ, તેજસ્વી યાદવ, બસપાના પ્રમુખ માયાવતી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આં ઉપરાંત બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ અજિત સિંહ, NCP પ્રમુખ શરદ પવાર, કમલ હસન, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, AIMIMના પ્રમુખ અસરુદ્દીન ઓવૈસી તેમજ કોંગ્રેસના મહાસચિવ અશોક ગેહલોત સહિતના ટોચના વિપક્ષના નેતાઓ શામેલ રહ્યા હતા.

કર્ણાટકના મુખ્યમંત્રીની શપતવિધિમાં VVIP મહેમાનો પાછળ થયેલો ખર્ચ :  

દક્ષિણ ભારતના અભિનેતામાંથી નેતા બનેલા કમલ હસન : ૧,૦૨,૦૪૦ રૂપિયા

યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ : ૧,૦૨,૪૦૦ રૂપિયા

BSP પ્રમુખ માયાવતી : ૧,૪૧,૪૪૩ રૂપિયા

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન : ૧,૦૨,૪૦૦ રૂપિયા

કોંગ્રેસના મહાસચિવ અશોક ગેહલોત : ૧,૦૨,૪૦૦ રૂપિયા

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન : ૩૮,૪૦૦ રૂપિયા

NCP પ્રમુખ શરદ પવાર : ૬૪,૦૦૦ રૂપિયા

AIMIMના પ્રમુખ અસરુદ્દીન ઓવૈસી : ૩૮,૪૦૦ રૂપિયા