Education/ ભણતર મહત્વનું છે, પણ શું ફક્ત ભણતર જ મહત્વનું છે?

આપણે સતત સંભાળતા આવ્યા છીએ કે, જીવનમાં ભણતરનું મહત્વ સર્વોપરિ છે. ભણેલા વ્યક્તિને એના જીવનમાં માન- સન્માન, રૂપિયા – પૈસા, બધુજ મળે છે. એક રીતે વાત ખરી પણ છે,

Education Trending Mantavya Vishesh
education.jpg1 ભણતર મહત્વનું છે, પણ શું ફક્ત ભણતર જ મહત્વનું છે?

આપણે સતત સંભાળતા આવ્યા છીએ કે, જીવનમાં ભણતરનું મહત્વ સર્વોપરિ છે. ભણેલા વ્યક્તિને એના જીવનમાં માન- સન્માન, રૂપિયા – પૈસા, બધુજ મળે છે. એક રીતે વાત ખરી પણ છે, ખરેખર ભણતર ખૂબ જ મહત્વનું છે, પરંતુ શું ફક્ત ભણતર જ મહત્વનું છે? વિચારવા જેવી છે ને આ બાબત ? શું ફક્ત ઉત્તમ ભણેલા વ્યક્તિ ને જ જીવનમાં પ્રેમ, માન, સફળતા અને સંપત્તિ પ્રાપ્ત થાય છે ?

sneha dholakiya ભણતર મહત્વનું છે, પણ શું ફક્ત ભણતર જ મહત્વનું છે?

ભણતર થી ફક્ત સારી જીવનશૈલી, સર્વોત્તમ જીવન ધોરણ, વ્યવસાયિક સફળતા અને સંપત્તિ પ્રાપ્ત થઈ શકે. પરંતુ સંસ્કાર અને ઉચ્ચ વિચારો નહીં. સારા સંસ્કાર અને શિષ્ટાચાર શ્રેષ્ઠ પારિવારિક જીવન અને ઉચ્ચ વિચારધારા ધરાવતા લોકોની સંગતિમાં જ મળી શકે.

આજ ની નવી પેઢી ના શ્રીમંત માતા પિતા ને લાગે છે કે, તેઓ તેમના બાળક ની સ્કૂલ અને ક્લાસિસ ની ફી ભરીને તેમના ઉછેર પ્રત્યે ની સઘળી જવાબદારી પૂર્ણ કરી રહ્યા છે. પરંતુ શું ફક્ત અઢળક પૈસો ખરચવા થી જ બાળક નું ભવિષ્ય ઉજ્વળ થાય? એના સિવાય માતા પિતા ની કોઈ જ જવાબદારી ન હોય? બાળક માં શ્રેષ્ઠ સંસ્કાર આવે, તેઓ આદર ભર્યું વર્તન કરે, વડીલો પ્રત્યે માન રાખે અને નિરાભિમાની જીવન જીવે એવી પ્રેરણા માતા પિતા જ પોતાના બાળકોમાં સ્થાપિત કરી શકે છે અને કરવી જ જોઈએ.

આ પણ વાંચો –  Education / અગવડતાને માત આપી, નિષ્ઠાથી મેહનત કરી, વિદ્યાર્થીઓ પોતાનું અને પોતાના માં બાપ તથા શિક્ષકોનું નામ ઊંચું કરી દેખાડે એ જ આશાસહ

એક કહેવત છે ને, “ભણ્યા પણ ગણ્યા નહીં” . આનો અર્થ એ જ છે કે ભલે એક વ્યક્તિ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી લે છે, પરંતુ એ વ્યક્તિ માં જીવન જીવવાની કળા j નથી હોતી. સામાન્ય બુદ્ધિ, વ્યવહારિક જ્ઞાન, સબંધો સાચવવાની જવાબદારી, કશાં ની સમજણ નથી હોતી. આવા વ્યક્તિઓ ફક્ત ભણીને વૈભવી જીવનની મજા માણવામાં જ વિશ્વાસ રાખે છે. એમને પોતાના સબંધીઓ પ્રત્યે લાગણી રહેતી નથી અને આ જ કારણ છે કે આજકાલ ની પેઢી સંયુંકત કુટુંબ કરતા વિભાજિત કુટુંબી જીવન પસાર કરવાનું પસંદ કરે છે. એવા કુટુંબ ના બાળકો ને ન દાદા દાદી નો વહાલ મળે કે ન ભાઈ બેહનો વચ્ચે રહીને બાળપણ નો આનંદ માણવા મળે. આ રીતે ધીરે ધીરે બધા સંબંધો નબળા પડીને એક દિવસ પૂર્ણ રીતે નષ્ટ થઈ જાય છે.

આથી ફરી એ જ પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે કે ભણતર મહત્વનું છે, પરંતુ શું ફક્ત ભણતર જ મહત્વનું છે? ઉચ્ચ ભણતર ફક્ત વૈભવી જીવન અને અઢળક પૈસો આપી શકે પણ પારિવારિક સંબંધોની મજા, વ્યવહારિક જ્ઞાન અને સામાજિક સમજ ફક્ત ભણતર નહીં પણ ઉચ્ચ સંસ્કાર અને શ્રેષ્ઠ શિષ્ટાચાર થી જ પ્રાપ્ત થઈ શકે. આ વાત જો આજ ની મોડર્ન પેઢી સમજે અને પોતાના જીવનમાં લાગુ કરે તો ભારત ની વર્ષો થી ચાલતી આવેલી પરંપરા અને સંસ્કૃતિ સતત જળવાઈ રહે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…