Not Set/ કોંગ્રેસે પ્રથમ વખત આ ટ્રાન્સજેન્ડરને સોંપી મોટી જવાબદારી

કોંગ્રેસે પ્રથમવાર  એક ટ્રાન્સજેન્ડરને મોટી જવાબદારી સોંપી છે. અપ્સરા રેડ્ડીને અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે. રેડ્ડી એ પ્રથમ ટ્રાન્સજેન્ડર છે કે જેમને કોંગ્રેસે કોઈ મોટી જવાબદારી સોંપી છે. અપ્સરા રેડ્ડીની ઓળખાણ એક તેજ પત્રકાર અને સામાજિક કાર્યકર્તા તરીકે થાય છે. તેઓ કોલેજના દિવસોથી સામાજિક કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે. તમને […]

Top Stories India Trending Politics
mm કોંગ્રેસે પ્રથમ વખત આ ટ્રાન્સજેન્ડરને સોંપી મોટી જવાબદારી

કોંગ્રેસે પ્રથમવાર  એક ટ્રાન્સજેન્ડરને મોટી જવાબદારી સોંપી છે. અપ્સરા રેડ્ડીને અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે. રેડ્ડી એ પ્રથમ ટ્રાન્સજેન્ડર છે કે જેમને કોંગ્રેસે કોઈ મોટી જવાબદારી સોંપી છે.

અપ્સરા રેડ્ડીની ઓળખાણ એક તેજ પત્રકાર અને સામાજિક કાર્યકર્તા તરીકે થાય છે. તેઓ કોલેજના દિવસોથી સામાજિક કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે અપ્સરા રેડ્ડી એ રાજકારણમાં કોઈ નવા નથી પરંતુ આની પહેલા પણ તેઓ બીજેપીમાં શામેલ રહી ચુક્યા  છે. જો કે થોડા મહિનામાં જ તેમણે બીજેપીને અલવિદા કહી દીધું હતું. તેમણે બીજેપી વિષે કહ્યું હતું કે સ્વતંત્ર વિચારનાર માટે તે પાર્ટીમાં કોઈ જગ્યા નથી.ત્યારબાદ તેમણે એઆઈએડીએમકે પાર્ટીમાં પણ કામ કર્યું છે. ત્યાં પણ ટકરાવ ચાલુ થઇ જવાને લીધે તેમને પાર્ટી છોડવી પડી હતી.

કોંગ્રેસમાં શામેલ થયા બાદ તેમણે પાર્ટી અને રાહુલ ગાંધીના ભરપુર પેટે વખાણ કર્યા હતા. રેડ્ડીએ કહ્યું કે કોંગેસ સાચેમાં એક એવી પાર્ટી છે જેણે ભારતનું નિર્માણ કર્યું. રાહુલ ગાંધીના મહિલાઓ તરફ નિષ્પક્ષ  પ્રતિનિધિત્વ અને ગતિશીલ પ્રબંધ એ પ્રેરણાદાયી છે મને તેમના નેતૃત્વ હેઠળ ચેધની મહિલાની સેવા કરવામાં ખુશી મળશે.