Indian Fraudsters/ ભારતના ભેજાબાજોએ યુએસ નાગરિકોને $10 અબજથી વધુ રકમનો ચૂનો લગાવ્યો

ભારતના ભેજાબાજોએ 2022માં અમેરિકન નાગરિકોને દસ અબજ ડોલરથી વધુ રકમનો ચૂનો લગાવ્યો છે. ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈ)ના ડેટા દર્શાવે છે કે આમાંના મોટાભાગના પીડિતો વૃદ્ધ હોવાનું જાણવા મળ્યું છે

Top Stories World
Indian fraudsters ભારતના ભેજાબાજોએ યુએસ નાગરિકોને $10 અબજથી વધુ રકમનો ચૂનો લગાવ્યો

Indian Fraudsters: ભારતના ભેજાબાજોએ (Indian Fraudsters)2022માં અમેરિકન નાગરિકોને (US Citizens) દસ અબજ ડોલરથી વધુ રકમનો ચૂનો લગાવ્યો છે. ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)ના ડેટા દર્શાવે છે કે આમાંના મોટાભાગના પીડિતો વૃદ્ધ હોવાનું જાણવા મળ્યું છે, જેમની સાથે છેલ્લા બે વર્ષમાં ત્રણ અબજ ડોલરથી વધુ રકમની છેતરપિંડી કરવામાં આવી છે.

ભારતમાં ગેરકાયદે કોલ સેન્ટર (Illegal call center) ચલાવતા છેતરપિંડી કરનારાઓ યુ.એસ.માં રહેતા લોકોને, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને ટેક્નિકલ સપોર્ટ અથવા અન્ય સહાય આપવાના બહાને નિશાન બનાવી રહ્યા છે.

અમેરિકનોએ છેલ્લા 11 મહિનામાં ઈન્ટરનેટ અથવા કોલ સેન્ટર સંબંધિત છેતરપિંડી (Fraud) દ્વારા 10.2 અબજ ડોલર ગુમાવ્યા છે.આ ગયા વર્ષની સરખામણીમાં 47 ટકાનો ઉછાળો દર્શાવે છે, ગયા વર્ષે 6.9 અબજ ડોલર છેતરપિંડી પેટે નાણા ગુમાવ્યા હતા, એમ તેમણે ઉમેર્યુ હતુ.

આ મહિનાની શરૂઆતમાં, દિલ્હી પોલીસ અધિકારીઓએ માહિતી આપી હતી કે તેઓએ રાજધાનીમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા અને યુએસ વરિષ્ઠ નાગરિકોને તેમની સિસ્ટમની “ખરાબી” માટે ટેકનિકલ સહાયનું વચન આપીને છેતરપિંડી કરતા ત્રણ લોકોની ધરપકડ કરી હતી.

રાતોરાત દરોડા પાડીને ત્રણ આરોપીઓને દિલ્હીમાં પકડવામાં આવ્યા હતા, જ્યારે કેનેડિયન લો એન્ફોર્સમેન્ટ એજન્સી દ્વારા ટોરોન્ટોમાં અને બીજાને એફબીઆઈ દ્વારા ન્યુ જર્સી, યુ.એસ.માંથી એક સાથી પકડવામાં આવ્યો હતો.

પોલીસે માહિતી આપી હતી કે યુ.એસ. દ્વારા શેર કરવામાં આવેલી માહિતી મુજબ, 20,000 થી વધુ પીડિતો (Victims) આવા કૌભાંડોનો (Scams) શિકાર બન્યા હતા જેના કારણે 2012 અને 2020 ની વચ્ચે અમેરિકાને મહેસૂલમાં એક કરોડ ડોલરનું નુકસાન થયું હતું.

ભારતમાંથી થતી છેતરપિંડીઓમાં આ વધારો જોતાં, એફબીઆઈએ નવી દિલ્હીમાં યુએસ એમ્બેસીમાં (US Embassy) કાયમી પ્રતિનિધિની નિયુક્તિ કરી છે. આ સાથે, એફબીઆઈનો હેતુ સીબીઆઈ, ઈન્ટરપોલ અને દિલ્હી પોલીસ સાથે કામ કરીને આવા ગુનાઓને કાબૂમાં લેવાનો છે.

દિલ્હીમાં યુએસ એમ્બેસી સાથે જોડાયેલા અધિકારી સુહેલ દાઉદને ટાંકીને જણાવાયું હતું કે રોમાંસ સંબંધિત છેતરપિંડીઓને કારણે 2021માં પીડિતોને આશરે ₹8,000 કરોડ અને આ વર્ષના છેલ્લા 11 મહિનામાં ₹8,000 કરોડનું નુકસાન થયું હતું.

આ પણ વાંચોઃ

CORONA INDIA/ બેંગ્લુરુ એરપોર્ટ પર ચાર કોરોના સંક્રમિત મુસાફરો મળ્યા, ક્વોરેન્ટાઈન કરાયા

China Quarantine/ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ક્વોરેન્ટાઈન નહીં કરે ચીન