Kheda/ ચકલાસીના વનીપુરામાં BSFના જવાન મેલાજી વાઘેલાની હત્યા, આરોપીએ જવાનની પુત્રીનો વીડિયો કર્યો હતો વાયરલ

BSF એટલે સિમા સુરક્ષા દળ અને દેશની સીમાની સુરક્ષા કરતા બીએસએફ જવાનની હત્યા થઈ છે જે ખૂબજ શરમજનક વાત કહેવાય…

Gujarat Others
BSF

નડિયાદ તાલુકાના ચકલાસી ગામના વનીપુરા ગામે 48 વર્ષીય BSF જવાની હત્યા કરાઈ હતી. જવાન 15 દિવસ માટે પોતાના ધરે આવ્યો હતો. ત્યારે તેને જાણ થઇ કે, તેની સગીર દિકરીનો કોઇએ સોસિયલ મિડિયામાં વીડિયો  વાયરલ કર્યો છે. ઘટનાની જાણ બાદ જવાન મેલાજી વાઘેલા તેમનો પુત્ર નવદીપ અને તેમની પત્ની મંજુલાબેન સાથે વીડિયો વાયરલ કરનાર યુવકના ઘરે થપકો આપવા માટે ગયા હતા.જ્યા યુવકના પરિવાર અને જવાન વચ્ચે મારામારી થઇ હતી.

યુવકના પરિવારજનોએ જવાન પર તલવાર વડે હુમલો કરતા યુવક મેલાજી વાઘેલા અને તેમનો પુત્ર નવદીપને ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તને  હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યા ડોક્ટરે BSF ના જવાનને મૃત જાહેર કર્યો હતો. જ્યારે તેમનો પુત્ર ગંભીર હાલતમાં છે.પોલીસે આ મામલે સાત લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે જવાનના પરિવારે આરોપીઓને કડક સજા થાય તેવી માંગ કરી છે.

વાત જાણે એમ છે કે 28 વર્ષ પહેલા બીએસએફમાં ભરતી થયેલા જવાનની નડિયાદ તાલુકાના ચકલાસી ગામના વનીપુરા ગામે કરવામાં આવી હત્યા. હત્યાનું મૂળ કારણ બીએસએફ જવાનની સગીર વયની દીકરીનો વીડિયો વાયરલ કરવાની બાબત હતુ.

BSF જવાન મેલાજી વાઘેલા જેમનું પોસ્ટિંગ મહેસાણા જિલ્લામાં હતું. જ્યાંથી તેમની બદલી થઈ રાજસ્થાન તેમને ડ્યુટી જોઈન્ટ કરવા માટે જવાનું હતું . પરંતુ આ બેની વચ્ચે 15 દિવસની રજા લઈ પોતાના વતન આવેલા મેલાજી વાઘેલાને ખબર પડી કે પોતાની સગીર વયની દીકરીનો વીડિયો કોઈ વનીપુરા ગામના શૈલેષ નામના યુવક દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે.ખબર પડતાની સાથે જ મેલાજી વાઘેલા તેમનો પુત્ર નવદીપ અને તેમની પત્ની મંજુલાબેન વીડિયો વાયરલ કરેલા યુવકને ઠપકો આપવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા.

 ઠપકો  આપતા આપતા વીડિયો વાયરલ કરેલા યુવકના પરિવારજનો દ્વારા મેલાજી વાઘેલા તેમની પત્ની અને તેમના પુત્ર ઉપર લાકડીઓ અને તલવારો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો. જેમાં ઠપકો આપવા પહોંચેલા મેલાજી વાઘેલા અને તેમના પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે તેમની પત્ની મંજુલાબેનને નાની મોટી ઇજાઓ પહોંચતા 108 દ્વારા તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા નડિયાદ સિવિલ હોસ્પિટલ પહોંચતાની સાથે જ 48 વર્ષીય BSF જવાન મેલાજી વાઘેલાને સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા. જ્યારે પુત્ર નવદીપની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેની હાલ સારવાર ચાલુ છે.

સમગ્ર મામલે ચકલાસી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી હુમલો કરનાર સાત આરોપી જેમાં દિનેશ જાદવ, અરવિંદ જાદવ, ભાવેશ જાદવ, ચતુર જાદવ, સચિન જાદવ, કૈલાસ જાદવ અને શાંતાબેન જાદવની ધરપકડ કરી ચકલાસી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા.

સમગ્ર મામલે પત્ની મંજુલાબેન કે જેમને જેના પતિને ગુમાવ્યા છે. તો બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલા પોતાના વ્હાલસોયા દીકરાની ગંભીર હાલતની ચિંતા કરી રહ્યા છે.સાથે સાથે પોતાના પતિને મારી નાખનાર આરોપીઓને સખતમાં સખત સજા મળે તેવી માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો:ધાનેરામાં રાત્રે પિયત કરવા મજબૂર બન્યા ખેડૂતો

આ પણ વાંચો:હિલ સ્ટેશન માઉન્ટ આબુ કકડતી ઠંડીમાં થીજી ઉઠ્યું, મજા માનવા ઉમટ્યા પ્રવાસીઓ

આ પણ વાંચો:સલૂન ધરાવતા વ્યક્તિએ ઈમાનદારીપૂર્વક કર્યું એવું કે, લોકો કરી રહ્યા છે વાહવાહી