બનાસકાંઠા/ ધાનેરામાં રાત્રે પિયત કરવા મજબૂર બન્યા ખેડૂતો

સમગ્ર ગુજરાત ની સાથે બનાસકાંઠા માં કિસાન સૂર્યોદય યોજના લાગુ ન કરાતા અનેક તાલુકા માં કડકડતી ઠંડી માં રાત્રે પિયત કરવા મજબૂર….આખર પૂછી રહ્યા છે ખેડૂતો કે શું આ છે ખેતી માં આધુનિકતા નો દોર

Gujarat Others
પિયત

હે આયુ હો અલ્યા ભગાવો..જો અલ્યા ક્યારો ન ભરાઈ જાય એવો સાદ માત્ર ને માત્ર ખેતર માં જ આવે અડધી રાત્રે હાકોટા કરતો ખેડૂત બતાવી રહ્યો છે ખેતીની અસલી વાસ્તવિકતા…કારણ કે જ્યારે સિયાળા માં જબરદસ્ત ઠડી પડતી હોય પથારી કે ઘર છોડવું ગમતું ન હોય ત્યારે પિયત માટે લાઈટ રાત્રે આવતી હોય અને ક્યારામાં પાણી વાળવાનું હોય ત્યારે ખબર પડે કે ખેતી કઈ રીતે થાય ઉભેલા પાકને નુકશાન કરતા અનય પશુઓથી ચોકી પણ કરવી પડે રાત્રે હોંકારા દેકારા પણ કરવા પડે ત્યારે ખેતર માં ઉતપન્ન થાય છે અનાજ જગત નો તાત ગમે તેવી પરિસ્થિતિ હોય પણ ખેતી માટે મક્કમ જ છે પણ હાલ વાતો આધુનિક યુગ ની થઈ ખેતી સરળ કરવાની થઈ પણ સમયસર દિવસે લાઈટ ન આપતા આજે પણ ખેડૂત એ જ દિવસો જોઈ રહ્યા છે.

Untitled 117 ધાનેરામાં રાત્રે પિયત કરવા મજબૂર બન્યા ખેડૂતો

આજે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે રાત્રે ખેડૂત ના ખેતર માં રાત્રે લાઈટ આવતા અને વન્ય પશુઓ થી કઈ રીતે બચાવે છે પાક ને જે નજરે જોયું હાલ ધાનેરા ના ઘણા વિસ્તાર માં પિયત માટે લાઈટ નો રૂટ છે જે રાત્રે 10 થી 6 વાગ્યા સુધી આવે છે જે ખેડૂત માટે ખૂબ જ કઠિન પડી રહ્યું છે  ખભે પાવડો લઈ ખેતર માં પિયત કરતો ખેડૂત અને પશુઓ ને ભગાડવા માટે આમ થી તેમ ખેતર ના શેઢા સુધી હાકોટા કરતો ખેડૂત જે અમે આવી ઠડી માં જોયો ખેડૂત ની સાથે પરિવાર પણ જાગે છે મતલબ ખેતી કરવી એ આધુનિક સમય માં આજે પણ કઠિન જ છે જે તે સરકારે દાવાઓ કર્યા તે માત્ર ને માત્ર દાવાઓ જ છે.

Untitled 118 ધાનેરામાં રાત્રે પિયત કરવા મજબૂર બન્યા ખેડૂતો

બનાસકાંઠા ના ધાનેરા તાલુકા માં રૂપિયા આપવા છતાં કોઈ ખેતમજૂર પિયત કરવા રાત્રે તૈયાર નથી પરિણામે ખુદ ખેડૂત જ રાત્રે કરી રહ્યા છે ખેતી ખેતર વચ્ચે તાપણું કરી ને ઠડી માં રાહત મેળવી ફરી પિયત માં જતો ખેડૂત અમે જોયો છે રાત્રે બે બે કલાકે ચા ની ચૂસકી લઈ ફરી પિયત કરવાની મજબૂરી અમે જોઈ અમે પણ રાત્રે 2 વાગે ખેતરમાં પિયત કરતી વખતે ખેડૂત સાથે વાત કરી હતી.

Untitled 118 1 ધાનેરામાં રાત્રે પિયત કરવા મજબૂર બન્યા ખેડૂતો

હાલ શિયાલા માં ઠડી નું જોર છે લાઈટ રાત્રે આવે છે પાક ને વન્ય પશુઓ નુકશાન ન કરી જાય એ માટે સતત જાગવું પડે છે ત્યારે સરકારે સત્વરે ખેતી માં દિવસે જ લાઈટ મળે એ માટે નક્કર કામગીરી કરવી  પડશે કારણ કે આજે ધાનેરા ના અનેક ખેડૂતો કિસાન સૂર્યોદય યોજના લાગુ થાય અને રાત્રે પિયત માંથી છુટકારો અપાવે સરકાર એવી અપેક્ષા રાખી ને બેઠા છે.

આ પણ વાંચો:હિલ સ્ટેશન માઉન્ટ આબુ કકડતી ઠંડીમાં થીજી ઉઠ્યું, મજા માનવા ઉમટ્યા પ્રવાસીઓ

આ પણ વાંચો:સલૂન ધરાવતા વ્યક્તિએ ઈમાનદારીપૂર્વક કર્યું એવું કે, લોકો કરી રહ્યા છે વાહવાહી

આ પણ વાંચો:જાણીતા લોકગાયક દેવાયત ખવડ સામે ગાળિયો કસાયો,પોલીસે મજબૂત રીતે કસ્યો સંકજો