બનાસકાંઠાની (Banaskantha) બાજુમાં આવેલા માઉન્ટ આબુ (Mount Abu) માં સતત ત્રણ દિવસથી 0 ડીગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે લકી તળાવની સાથે સાથે આખુ આબુ થીજી ગયું છે. બીજી બીજુ આબુમાં નાતાલના પર્વથી અત્યાર સુધી સતત પ્રવાસીમાં વધારો થઇ રહ્યો છે. પ્રવાસીઓ આબુની ઠંડીની મજા લઇ રહ્યાં છે.તો આબુમાં ખુલ્લા મેદાનમાં પણ બરફની ચાદરઓ જોવ મળી રહી છે.

જ્યારે પણ પ્રવાસ ની વાત નીકળે તો સિમલા (Simla) બાદ માઉન્ટ યાદ આવે જ એ જ માઉન્ટ આબુ માં હાલ પ્રવાસીઓ નો ધસારો છે પણ છેલ્લા ત્રણ દિવસ થી મોસમએ કરવટ લેતા વાતાવરણ બદલાયું છે ક્યાંક ને ક્યાંક બરફ જમ્યા ના દ્રષ્યો સામે આવ્યા છે સવારે ગાડી ના કાચ પર તો ખુલ્લા મેદાન માં પણ બરફ ની ચાદર જોવા મળતા પ્રવાસીઓ મજા માનતા જોવા મળ્યા હતા.

માઉન્ટ આબુ (Mount Abu) માં છેલ્લા ત્રણ દિવસ થી 0 ડીગ્રી તાપમાન નોંધાયું છે સમગ્ર આબુ થીજી ગયું છે બીજી તરફ અનેક સહેલાણીઓ પણ આબુ માં ફરવાની સાથે મોસમ ની મજા લાઇ રહ્યા છે જેઓ ગરમ ખાણી પીની અને ગરમ વસ્ત્રો ની ખરીદી કરતા જોવા મળ્યા છે આબુ માં અનેક સ્થળો અને મંદિરો ના દર્શન કરી રિયલ આબુ નો લહાવો પ્રવાસીઓ લઈ રહ્યા છે નખિલેક તેમજ અનેક બજાર ની સાથે અનેક પોઇન્ટ પર સહેલાણીઓ ની ભીડ ઉમટી છે હાલ તો હજુ શરૂઆત છે બરફ ની જેમ જેમ મોસમ બદલશે તેમ તેમ માઉન્ટ પણ મોસમ નો મિજાજ બદલશે એ નક્કી જ છે.
આ પણ વાંચો:સલૂન ધરાવતા વ્યક્તિએ ઈમાનદારીપૂર્વક કર્યું એવું કે, લોકો કરી રહ્યા છે વાહવાહી
આ પણ વાંચો:કોરોનાના સંક્રમણને લઈને સુરત મહાનગર પાલિકાએ કરી આવી તૈયારીઓ
આ પણ વાંચો:મ્યુનિ. કમિશ્નર શાલિની અગ્રવાલની આ બાબતે લોકોને કરી ખાસ અપીલ, છે કઈંક….
