Not Set/ પોરબંદરઃ સત્યનારાયણ ભગવાનનું મંદિર વિવાદમાં

પોરબંદરમાં સત્યનારાયણ ભગવાનનું મંદિર વિવાદમાં સપડાયું છે. મંદિરના જ એક કર્મચારી ને માર મારવાની ઘટના ઘટતા આગમચેતીના ભાગ રૂપે મંદિરને બંધ કરી દેવામાં આવ્યું છે. મંદિરને  બંધ કરાતા શ્રદ્ધાળુઓમાં કચવાટની લાગણી ફેલાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર બપોરના સમયે કર્મચારીને માર મારવામાં આવ્યો હતો. જેથી કર્મચારી ઉપર ફરીથી હુમલો થવાની આશંકાએ મંદિર બંધ કરવાનો નિર્ણય કરવામાં […]

Top Stories Gujarat

પોરબંદરમાં સત્યનારાયણ ભગવાનનું મંદિર વિવાદમાં સપડાયું છે. મંદિરના જ એક કર્મચારી ને માર મારવાની ઘટના ઘટતા આગમચેતીના ભાગ રૂપે મંદિરને બંધ કરી દેવામાં આવ્યું છે. મંદિરને  બંધ કરાતા શ્રદ્ધાળુઓમાં કચવાટની લાગણી ફેલાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બપોરના સમયે કર્મચારીને માર મારવામાં આવ્યો હતો. જેથી કર્મચારી ઉપર ફરીથી હુમલો થવાની આશંકાએ મંદિર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પવિત્ર શ્રાવણ મહિનામાં જ મંદિર બંધ કરતા શ્રદ્ધાળુઓમાં પણ નારાજગી ફેલાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.