સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલએ પોતાની આધાર કાર્ડ અપડેટ કરાવ્યું હતુ. સાથે સુરતાના લોકોને અપીલ કરી હતી કે, સરકારની ગાઇટલાઇને છે. કે, જેના આધાર કાર્ટને 10 વર્ષથી વધુ સમય થઇ ગયો હતો તેમને આધારા અપડેટ કરાવાની રહેશ.જેથી દરેક વ્યક્તિેને જેના 10 વર્ષથી વધુ સમય થઇ ગયો છે. તેમને આધારા અપડેટ કરાવુ પડશે.
જે લોકોએ તેમના આધાર કાર્ડ 10 વર્ષ કરતાં વધુ સમય પહેલા કઢાવ્યા હોય અને ત્યારબાદ આધાર કાર્ડ અપડેટ ન કરાવ્યા હોય તેવા રહીશોને આધાર અપડેટ કરાવવા માટેની અપીલ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. સુરત મનપા કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા પણ તેમનું આધાર અપડેટ કરવામાં આવ્યું છે. લોકો સુરત મનપાના નવ ઝોનમાં જઈને પોતાનો આધારકાર્ડ અપડેટ કરાવી શકે છે.
છેલ્લા દસ વર્ષથી આધાર ઓળખના પુરાવા તરીકે ઉપયોગમાં લેવાતું હોવાના કારણે તેને સરકારી તમામ સેવાઓના લાભ માટે અનિવાર્ય આયોજક પુરાવા તરીકે માનવામાં આવે છે. ત્યારે જે લોકોએ 10 વર્ષ પહેલાં આધાર કાર્ડની નોંધણી કરાવી હોય અને ત્યારબાદ પોતાનું આધારકાર્ડ અપડેટ ન કરાવ્યું હોય તેવા લોકોને પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે સુરત મહાનગરપાલિકા કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા અપીલ કરવામાં આવી છે.
UIDAIની ગાઈડલાઈન અનુસાર સુરત મહાનગર પાલિકા કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા પણ તેમના તથા તેમના તમામ પરિવારજનોના આધાર કાર્ડ અપડેટ કરાવવામાં આવ્યા છે. તેમજ સુરત મહાનગરપાલિકાના તમામ અધિકારી કર્મચારીઓને તેમજ શહેરના તમામ નાગરિકોને અને તેમના પરિવારજનોને પણ આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે અપીલ કરવામાં આવી છે.
સુરત શહેરમાં 35 એજન્સી દ્વારા આધાર કાર્ડની કામગીરી કરવામાં આવે છે. જેમાંથી સુરત મહાનગરપાલિકાના 9 ઝોનમાં 16 કીટ કાર્યરત છે. આ ઉપરાંત આગામી અઠવાડિયામાં વધુ આઠ કીટ કાર્યરત થશે તેમ જ વધારાની 60 કીટ ખરીદીને આગામી બે મહિનામાં શરૂ કરવાનું આયોજન સુરત મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:આ રાજ્યમાં માસ્ક પહેરવું ફરજિયાત, નવા વર્ષની ઉજવણી રાત્રે એક વાગ્યા સુધી જ
આ પણ વાંચો:કોરોનાના સંક્રમણને લઈને સુરત મહાનગર પાલિકાએ કરી આવી તૈયારીઓ
આ પણ વાંચો:શિયાળાની કડકડતી ઠંડીમાં કસરત બુસ્ટર ડોજ સમાન, શહેરીજનો આ રીતે માની રહ્યા છે આનંદ
