Ahemdabad/ ગરીબોના હક્કના અનાજ પર તરાપ? દિનદયાળ અનાજ ભંડારના સંચાલક પર ગંભીર આરોપ

અમદાવાદ (Ahmedabad)માં સરકારી અનાજ લેવા ગયેલા ગ્રાહકો સાથે બબાલ થઈ હોવાનો આરોપ. દુકાન સંચાલકની દાદાગીરી અને હુમલાના પ્રયાસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ.

Gujarat Ahmedabad Breaking News
Ahmedabad

Ahmedabad News: અમદાવાદમાં ગરીબોને સરકારી યોજનાના અંતર્ગત મળતા અનાજના વિતરણને લઈને વિવાદ સામે આવ્યો છે. અમદાવાદ (Ahmedabad) માં દિનદયાળ અનાજ ભંડારના સંચાલક સામે ગ્રાહકો સાથે દાદાગીરી કરવા, અપશબ્દો બોલવા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાનો વીડિયો (Viral) સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. જોકે, હાલ આ આરોપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.

Ahmedabadમાં અનાજ લેવા આવેલા ગ્રાહકો સાથે ભારે બબાલ

મળતી માહિતી મુજબ, ગ્રાહકો સરકારી અનાજ (Ration) લેવા માટે દિનદયાળ અનાજ ભંડાર પર પહોંચ્યા હતા. આ દરમિયાન કોઈ મુદ્દે દુકાનના સંચાલક અને ગ્રાહકો (Consumer) વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતા જોતા મામલો ઉગ્ર બન્યો અને દુકાન પર ભારે હોબાળો મચી ગયો હતો. સ્થળ પર હાજર લોકોએ સમગ્ર ઘટનાને પોતાના મોબાઇલમાં કેદ કરી હતી, જે બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

દુકાન સંચાલક પર દાદાગીરી અને હુમલાના પ્રયાસના આરોપ

ફરિયાદીઓનો આરોપ છે કે દુકાન સાથે સંકળાયેલા રોહિત પટની નામના વ્યક્તિએ ગ્રાહકો સાથે અપશબ્દો બોલ્યા હતા અને દાદાગીરીભર્યું વર્તન કર્યું હતું. એટલું જ નહીં, તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ ઘટનાને કારણે દુકાન પર હાજર અન્ય લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, આ તમામ આરોપોની સત્તાવાર રીતે હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, દુકાન સંચાલક સામે અગાઉ પણ એક મહિલા અધિકારી સાથે ગેરવર્તન અને હુમલો કર્યાના આરોપો લાગ્યા હતા. જોકે, આ અંગે પણ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને આધારે લોકો વિવિધ પ્રકારની ચર્ચાઓ કરી રહ્યા છે.

વાયરલ વીડિયો બાદ તંત્ર સામે ઉઠ્યા અનેક સવાલો

ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સરકારી અનાજ મેળવવા માટે જો આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તો તે ગંભીર બાબત હોવાનું લોકોનું કહેવું છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જો કોઈ ગેરરીતિ કે કાયદાનો ભંગ થયો હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.


આ પણ વાંચો:જૂનાગઢના માંગરોળમાં રેશનના અનાજના કાળા બજારનો પર્દાફાશ: 650 કિલો સરકારી અનાજ જપ્ત,. 1.65 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો:પંચમહાલમાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ: ચોખા ભરેલો ટેમ્પો ઝડપાતા અનાજ માફીયાઓમાં ફફડાટ

આ પણ વાંચો:પાટણમાં સરકારી અનાજ ઝડપનારા 4 સામે ફરિયાદ