Panchmahal News/ પંચમહાલમાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ: ચોખા ભરેલો ટેમ્પો ઝડપાતા અનાજ માફીયાઓમાં ફફડાટ

આ કાર્યવાહીને પગલે અનાજ માફીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે

Gujarat Others

Panchmahal News : પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો સગેવગે થતો હોવાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગોધરા-અમદાવાદ રોડ પરથી ગોધરા બી-ડીવીઝન પોલીસે 82 કટ્ટા શંકાસ્પદ ચોખા ભરેલા એક ટેમ્પાને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીને પગલે અનાજ માફીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોધરા બી-ડીવીઝન પોલીસને શંકાસ્પદ અનાજની હેરાફેરી અંગે બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ગોધરા-અમદાવાદ રોડ પર વોચ ગોઠવી હતી, તે દરમિયાન શંકાસ્પદ ટેમ્પાને અટકાવી તલાશી લેવામાં આવી હતી. ટેમ્પામાંથી 82 કટ્ટા ચોખાનો જથ્થો મળી આવતા પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી હતી.

પોલીસે તાત્કાલિક આ મામલે પુરવઠા વિભાગને જાણ કરી હતી. પુરવઠા વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ચોખાના જથ્થા તેમજ ટેમ્પાને કબ્જે લીધો હતો. પુરવઠા વિભાગ દ્વારા ચોખાનો જથ્થો અને ટેમ્પો મળી કુલ રૂ. 8 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું કે, આ ચોખાનો જથ્થો ખરેખર સરકારી છે કે કેમ અને જો સરકારી છે તો તે ક્યાંથી લવાયો અને ક્યાં લઈ જવાતો હતો, તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાતા જિલ્લાના અનાજ માફીયાઓમાં ગભરાટ ફેલાયો છે. પ્રાથમિક તપાસમાં આ સમગ્ર કૌભાંડ મામલે ‘રવિ’ નામના અનાજ માફીયાનું નામ મોખરે આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેને પગલે પોલીસે તે દિશામાં પણ તપાસનો દોર લંબાવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારતમાં સૌપ્રથમ કેમિકલ એટેક કરવાનું આયોજન ધરાવતા હતાં ગુજરાત ATSએ પકડેલા આતંકીઓ

આ પણ વાંચો:  સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો.. ભલે વર્ષોથી ભાડું ભર્યું હોય મકાન માલિક જ માલિક ગણાશે..

આ પણ વાંચો: ભરૂચ GIDCમાં VK ફાર્મા કંપનીમાં મધ્યરાત્રે ભયાનક વિસ્ફોટ, 2ના મોત, 3 ગુમ અને 18 ઇજાગ્રસ્ત