Kheda News : ખેડાનાં કપડવંજ ખાતે રહેતી સગીરાને લગ્નની લાલચ આપી યુવક દ્વારા અવાર નવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ સગીરા દ્વારા આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસ દ્વારા આરોપીને પકડી જેલ હવાલે કર્યો હતો. તેમજ પોલીસ દ્વારા આરોપી સામે પોક્સોનાં ગુના હેઠળ સેસન્સ કોર્ટે ચૂકાદો આપ્યો હતો.ખેડા જીલ્લાનાં કપડવંજ ખાતે તા. 15 માર્ચ 2022 નાં રોજ સગીરા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો.
જે મામલે પોલીસ દ્વારા સગીરાની ફરિયાદનાં આધારે આરોપી કિશન પરમારને પોક્સોનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી. જે કેસ આજે કોર્ટમાં ચાલી જતા સેશન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી હતી.કપડવંજ કોર્ટમાં મદદનીશ સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા મિનેશ પટેલે જણાવ્યું હતું કે, નામદાર કોર્ટ દ્વારા આરોપી કિશનને કોર્ટે સજા કરી છે. બનાવની હકીકત એવી છે કે આરોપીએ તા. 15 માર્ચ 2022 નાં રોજ આરોપીએ પોતાના ગામેથી ભોગ બનનારને ભગાડીને લઈ ગયો હતો અને કુહા ગામની સીમમાં આવેલ એક કંપનીમાં રહેલ ઓરડીમાં રાખી અવાર નવાર સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
જે અંગેનો ગુનો કઠલાલ પોલીસ મથકે નોંધાયેલ હતો. જેની ચાર્જશીટ નામદાર કોર્ટમાં થયેલી જે કેસ આજ રોજ ચાલી જતા આરોપી કિશન પરમાર જે પરણીત હતો અને સગીરાને ભગાડી લઈ જઈ બળાત્કાર કર્યો હતો.જેથી કોર્ટે આજ રોજ તેને ઈપીકો કલમ 363 માં તેને સજા કરી છે. તેમજ 376 બળાત્કારનાં ગુનામાં જે પોસ્કો એક્ટની કલમ 6 હેઠળ પણ તેનો સમાવેશ થાય છે.
એટલે આરોપીને આજ રોજ પોસ્કો એક્ટની કલમ 6 માં 20 વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ તેમજ ઈપીકો કલમ 363 માં ચાર વર્ષની સજા અને 2500 રૂપિયાનાં દંડનો હુકમ કર્યો છે. તેમજ સગીરાને વીક્ટીમ કોમ્પોન્શેન સ્ક્રીમ હેઠળ રૂપિયા ચાર લાખ ચૂકવવાનો આજ રોજ નામદાર સેશન્સ જજ કે.એસ. પટેલે આજ રોજ હુકમ કર્યો છે.
આ પણ વાંચો:દહેગામમાં વેપારીની આત્મહત્યા, એપીએમસીના ચેરમેન સામે ગુનો નોંધાયો
આ પણ વાંચો:માથાભારે ગણેશ વાઘની મોડી રાત્રે હત્યા! ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી પતાવી દીધો
આ પણ વાંચો:અમદાવાદમાં ઘૃણાસ્પદ ઘટના, પિતાએ 10 વર્ષના બાળકની કરી ક્રૂર હત્યા
