રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા કરવામાં આવી રહેલ છે. જે સબબ સિટી બસ તથા બી.આર.ટી.એસ. બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે. બંને બસ સેવાનો હાલ ૪૦,૦૦૦ થી વધુ શહેરીજનો દ્વારા લાભ ઉઠાવવામાં આવી રહેલ છે.
VIJAY MALYA / ભારતની બેન્કોને કરોડોનો ચૂનો ચોપડનારા વિજય માલ્યાના પ્રત્યાર્પણને લઈ બ્રિટને કાઢ્યુ નવું જ ગતકડું

India China Dispute / ભારતે ચીનને ચોખ્ખું સંભળાવ્યું- જ્યાં સુધી દરેક જગ્યાએ ડિસએન્ગેજમેન્ટ નહીં થાય ત્યાં સુધી પૂર્વી લદ્દાખમાંથી નહીં હટે સેના
તા.૦૮/૦૩/૨૦૨૧ સોમવારના રોજ “ઇન્ટરનેશનલ વુમન્સ ડે (આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ)” નિમિત્તે આ બંને બસ સેવાનો વધુ ને વધુ લોકો લાભ લે તેવા હેતુથી માત્ર મહિલાઓ-સ્ત્રીઓ માટે “ઇન્ટરનેશનલ વુમન્સ ડે” નિમિત્તે “ફ્રી બસ સેવા” પુરી પાડવા નક્કી કરવામાં આવેલ છે. “ઇન્ટરનેશનલ વુમન્સ ડે” તા.૦૮/૦૩/૨૦૨૧ સોમવારના રોજ હોય જેથી એ દિવસ દરમ્યાન કોઇપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત મહિલા-સ્ત્રી મુસાફરો નિ:શુલ્ક મુસાફરી કરી શકશે.

Political / પશ્ચિમ બંગાળમાં મિથુન ચક્રવર્તી BJPમાં જોડાશે કે નહીં ?, કૈલાસ વિજયવર્ગીયે જણાવ્યું…
જ્યારે ભાઇઓ/પુરૂષ મુસાફરો એ તેઓની મુસાફરી અન્વયે રાબેતા મુજબ જ નિયત દરની ટીકીટ લેવાની રહેશે. જે બાબતે આજરોજ રાજકોટ મહાનગરપાલિકા તરફથી માન.કમિશનર દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે તેમજ બહોળી સંખ્યામાં મહિલા-સ્ત્રી મુસાફરો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની આ નિ:શુલ્ક પરિવહન સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
