Gujarat/ સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી કરી દીધી ગર્ભવતી, આ જાણી વાલીઓનાં પગ તળેથી ખસી ગઇ જમીન

ગોંડલ શહેરની ખાનગી હોસ્પિટલમાં પેટનાં દુખાવાની સારવાર માટે આવેલા સગીરા સાડા સાત માસની ગર્ભવતી નીકળતા તેના વાલીઓનાં પગ તળેની જમીન ખસી ગઈ હતી.

Gujarat Others

@વિશ્વાસ ભોજાણી, મંતવ્ય ન્યૂઝ – ગોંડલ

ગોંડલ શહેરની ખાનગી હોસ્પિટલમાં પેટનાં દુખાવાની સારવાર માટે આવેલા સગીરા સાડા સાત માસની ગર્ભવતી નીકળતા તેના વાલીઓનાં પગ તળેની જમીન ખસી ગઈ હતી. બાદમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

RMC: રાજકોટ મનપા દ્વારા મહિલાઓને અનોખી ભેટ,8 માર્ચે RMTS અને BRTS બસની મુસાફરી free

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાનાં રૂપાવટી ગામે રહેતી સોળ વર્ષની સગીરા ઉપર આઠ માસ પહેલા ગામનાંં સાહિલ કરીમભાઈ મલેક સિપાઈ રહે રૂપાવટી વાળાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યુ હોય સગીરા ગર્ભવતી બની જવા પામી હતી.

Gujarat: શું ફરી એકવાર અમદાવાદનાં આ વિસ્તારમાં જોવા મળ્યો દિપડો? CCTV માં જોવા મળ્યા આ દ્રશ્યો

ધાક ધમકી અને શારીરિક શોષણને લઈ સગીરા ગુમસુમ બની હોઇ પેટનો દુખાવો અસહ્ય બનતા તેની માતા તેને ગોંડલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવી હતી. હોસ્પિટલનાં તબીબે સગીરા ગર્ભવતી હોવાનું જણાવતા તેના વાલીઓ ઉપર આભ ફાટી પડ્યું હતું. તાત્કાલિક સગીરાને સરકારી હોસ્પિટલે ખસેડાઇ હતી, જ્યા બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવતા CPI કે એન રામાનુજ અને એ.એસ.આઇ કુંદનભાઈ મકવાણાએ આરોપી સાહિલ વિરુદ્ધ IPC ની કલમ 376 અને પ્રોકસોનો ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ સાહિલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રવાસ: PM મોદી ગુજરાતની મુલાકાતે, એરપોર્ટથી કેવડિયા જવા રવાના, જાણો શું છે કાર્યક્રમ?

ધૃણાસ્પદ બનાવને પગલે નાના એવા રૂપાવટી ગામમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. લોકોનાં ટોળામાં ચર્ચાઓ થવા લાગી હતી કે, સગીરાને ગર્ભવતી બનાવવામાં માત્ર ઉપરોક્ત એક શખ્સ જ નથી અન્ય ઘણા શખ્સોની સંડોવણી છે. જો પોલીસ દ્વારા આ દિશામાં તપાસ કરવામાં આવે તો વધુ 15 થી 17 હવસખોરોનાં નામ બહાર આવે તેમ છે. અલબત્ત આ બાબતે પોલીસે ફરિયાદીઓ દ્વારા આવી કોઈ વાત જણાવાઇ નથી તેમ કહેવામાં આવ્યુ હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ