Not Set/ માંગરોળ નજીક કાર પલટી મારતા ઘટના સ્થળે ચાર લોકોના નિપજયા મોત

જુનાગઢ, જુનાગઢ માંગરોળ નજીક કાર પલ્ટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 4 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. ઉલ્લેખનિય છે કે, ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કારે પલ્ટી મારી હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના માંગરોળના કલ્યાણ ગામ નજીક આજે રવિવારે વહેલી સવારે ફૂલ સ્પીડમાં એક […]

Top Stories Gujarat Others

જુનાગઢ,

જુનાગઢ માંગરોળ નજીક કાર પલ્ટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 4 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કારે પલ્ટી મારી હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના માંગરોળના કલ્યાણ ગામ નજીક આજે રવિવારે વહેલી સવારે ફૂલ સ્પીડમાં એક કાર પસાર થઇ રહી હતી. ત્યારે કાર ચાલક યુવકે કાર ઉપરથી કાબુ ગુમાવતા કાર બેકાબુ બનીને પલટી ખાઇ ગઇ હતી. કારે પલટી ખાઇને ગામમાં આવેલા બસસ્ટેન્ડમાં થડાકાભેર ઘૂસી ગઇ હતી.

અકસ્માતની જાણ થતાં જ ગામ લોકો એકઠાં થયા હતા. અને યુવકોની લાશોને કારમાંથી બહાર કાઢી હતી. સાથે સાથે કારને પણ બસસ્ટેન્ડમાંથી બહાર કાઢી હતી.

.હાલ તો ઘટનાને પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે…… હાલ પોલીસે પોલીસ ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે.