Election/ રાજ્યસભાની ચૂંટણી ભાજપ માટે આસાન, અલગ-અલગ મતદાનનાં કારણે ચૂંટણી માત્ર ઔપચારિક

કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકો માટેની પેટાચૂંટણી 1 માર્ચે યોજવાની જાહેરાત કરી છે.

Gujarat Others

કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકો માટેની પેટાચૂંટણી 1 માર્ચે યોજવાની જાહેરાત કરી છે. દરમિયાન રાજ્યસભાની 2 બેઠકો માટે યોજાનારી પેટાચૂંટણી માત્ર ને માત્ર ઔપચારિક જ બની રહેશે.

રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં 2 સાંસદોના નિધનના પગલે પેટાચૂંટણી યોજવાની જરૂર પડી છે. કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલનું 25 નવેમ્બર 2020 નાં રોજ અવસાન થયું હતું. તેઓનો રાજ્યસભામાં કાર્યકાળ 18 ઓગસ્ટ -2023 નારોજ પૂર્ણ થતો હતો. જ્યારે ભાજપના સાંસદ અભય ભારદ્વાજનું 1 ડિસેમ્બર – 2020ના રોજ અવસાન થયું હતું. તારીખ-21-જૂન-2026ના રોજ તેમનો કાર્યકાળ પૂર્ણ થતો હતો. પરિણામે આ બંન્ને બેઠક પર પેટાચૂંટણી યોજાશે. કેન્દ્રીયચૂંટણીપંચે બંન્ને બેઠકો માટે એક જ દિવસ તારીખ-1 માર્ચ પરંતુ અલગ-અલગ મતદાન કરવાનો નિર્ણય કર્યો છે. પરિણામે અલગ મતદાનનો સીધો રાજકીયલાભ ભાજપને થશે. કારણ કે કોંગ્રેસ પાસે અલગૃ-અલગ મતદાનના પગલે જીતી શકે તેટલું સંખ્યાબળ થતું નથી. જ્યારે વિધાનસભાગૃહમાં 111 સભ્યો સાથે ભાજપનું સંખ્યાબળ બહુમતીમાં હોવાથી અને અલગ મતદાનના કારણે ભાજપને સીધો ફાયદો થશે.

રાજ્યસભાની બેઠક – 2 ( અલગ-અલગ મતદાન)

  • ગુજરાત વિધાનસભાની કુલ બેઠક – 182
  • વિવાદિત બેઠક – 2
  • 180/2  =  90
  • 90 + 1 = 91 એક બેઠક જીતવા માટે જોઇએ
  • કોંગ્રેસ પાસે 65 બેઠક + 1 =  66 મત છે
  • ભાજપ પાસે 111 બેઠક + 1 = 112  મત છે
  • 22 મત કોંગ્રેસ પાસે વધુ છે
  • અલગ મતદાન હોવાથી ભાજપ બંન્ન બેઠક મેળવે

ગતવર્ષ-2019માં પણ રાજ્યસભાની ચૂંટણી 4 બેઠકો માટે યોજાઇ ત્યારે પણ એકસાથે ચૂંટણી યોજવાના નિર્ણયને સુપ્રિમ સુધી પડકારવામાં આવ્યો હતો. ત્યારેપણ અલગ-અલગ મતદાનના કારણે કોંગ્રેસને ફાળે સંખ્યાબળના કારણે બે નાસ્થાને માત્ર એક જ બેઠક આવી હતી. ત્યારે હવે આ રાજ્યસભાની ચૂંટણીમાં પણ અલગ-અલગ મતદાનનો સીધો ફાયદો ભાજપને થશે. હાલ સ્થાનિક સ્વરાજ્યસંસ્થાની ચૂંટણી સાથે રાજ્યસભાની ચૂંટણી આવી છે. ત્યારે કોંગ્રેસના વલણ ઉપર સૌની નજર રહેશે. પરંતુ ચૂંટણીપંચના હાલના અલગ-અલગ મતદાન યોજવાના નિર્ણયના કારણે રાજ્યસભાની 1 માર્ચે આયોજીત ચૂંટણી માત્ર ઔપચારિક્તા જ બની રહેશે.

Election: સુરત ભાજપમાં વધુ એક ભડકો, મહારાષ્ટ્રીયન રાજપૂત સમાજએ નોંધાવ્યો વિરોધ

Election: રાજકોટમાં મહિલા અનામત આવે તો મેયર પદ માટે ભાનુબેન બાબરીયા પ્રબળ દાવેદાર, સૂત્રોમાં ચર્ચા

Election: જામનગર ભાજપમાં એક બાદ એક રાજીનામા, ટિકિટ ફાળવણીમાં અસંતોષથી ભાજપમાં ભડકો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…