Not Set/ અમિત શાહને થયો સ્વાઈન ફલૂ, એઈમ્સમાં સારવાર હેઠળ

દિલ્હી ગુજરાતના હેલ્થ સેક્રેટરી પુનમચંદ પરમારને તાજેતરમાં જ સ્વાઈન ફલૂ થયા પછી હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઈન ફલૂ થયો છે.અમિત શાહની તબિયત અચાનક કથળતા તેમને દિલ્હી સ્થિત એઈમ્સ માં દાખલ કરવામાં આવ્યા હતા,જ્યાં તેમને સ્વાઈન ફ્લૂની સારવાર અપાઈ રહી છે. અમિત શાહે ટ્વિટ કરતા લખ્યું કે મને સ્વાઈન ફલૂ થયો છે,જેનો ઉપચાર ચાલે […]

Top Stories Gujarat

દિલ્હી

ગુજરાતના હેલ્થ સેક્રેટરી પુનમચંદ પરમારને તાજેતરમાં જ સ્વાઈન ફલૂ થયા પછી હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઈન ફલૂ થયો છે.અમિત શાહની તબિયત અચાનક કથળતા તેમને દિલ્હી સ્થિત એઈમ્સ માં દાખલ કરવામાં આવ્યા હતા,જ્યાં તેમને સ્વાઈન ફ્લૂની સારવાર અપાઈ રહી છે.

અમિત શાહે ટ્વિટ કરતા લખ્યું કે મને સ્વાઈન ફલૂ થયો છે,જેનો ઉપચાર ચાલે છે.ઈશ્વરની કૃપા અને આપ સૌના પ્રેમ અને શુભકામનાઓથી જલ્દી સ્વસ્થ થઈ જઈશ.

 

અમિત શાહની સારવાર એઇમ્સના સીનયર ડૉક્ટર રણદીપ ગુલેરિયાની દેખરેખમાં સારવાર ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે અમિત શાહ ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં આવ્યા હતા અને વાડજ વિસ્તારની એક સોસાયટીના ધાબા પરથી પતંગ ચડાવ્યો હતો.