Surendranagar News : સાયલા-ચોટીલા હાઈવે પર ચાલતા કેમિકલ ચોરીના વેપલા પર SMC (સ્ટેટ મોનીટરીંગ સેલ) ના અધિકારીઓે દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે કેમિકલનો જથ્થો, ટેન્કર અને કાર વગેરે મળીને 74.68 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હોટેલની આડમાં ચાલતું કેમિકલ ચોરીનું કારસ્તાન SMCની ટીમે દરોડા પાડીને ઝડપ્યું છે. SMCના દરોડામાં 1 આરોપી ઝડપાયો છે અને 7 લોકો હાલમાં ફરાર થઈ ગયા છે.
SMCની ટીમે કેમિકલનો જથ્થો, ટેન્કર, કાર સહિત રૂપિયા 74.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી SMCએ ખેલ પાડી દીધો છે અને પોણા કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને 8 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાઈવે પરની હોટલોમાં ચાલતા કારસ્તાનનો પર્દાફાશ SMCની ટીમે કર્યો છે અને ફરી એક વખત સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ છે.
ગઈકાલે 22 માર્ચે જ અમદાવાદના રામોલમાં એક ટ્રાવેલ્સમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. રામોલમાં સમા રો હાઉસ પાસે આવેલી ટ્રાવેલ્સમાંથી દારૂ ઝડપાયો હતો. મધ્યપ્રદેશની બસમાંથી દારૂની 52 બોટલ અને બિયરના 48 ટીન મળી આવ્યા હતા.
48,580 રૂપિયાના દારૂ અને બસ સહિત 20.78 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો અને આ ઉપરાંત ભરત દેસાઈ, વિનોદ ઠાકોર, ઉદયસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે દારૂ મગાવનાર રામોલનો કરણસસિંહ સિસોદિયા હાલમાં ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે હાલમાં રામોલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:વડોદરામાં સાયબર ગઠિયાઓએ મહિલાને 6 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી 61 લાખ પડાવ્યાં
આ પણ વાંચો:વડોદરામાં બંધૂકનાં નાળચે લૂંટ, સોનાનાં દાગીનાં સાથે મોબાઇલ પણ લેતા ગયા લૂંટારૂ
આ પણ વાંચો:યમનના હુથીઓએ સંયુક્ત રાષ્ટ્રને સીધો પડકાર ફેંક્યો, યુએનના 9 કર્મચારીઓને બંધક બનાવ્યા