Rajkot News/ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પર ગોચર જમીન પર દબાણનો આરોપ

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા (Kumvarji Bavaliya) પર ગોચર જમીન પર દબાણનો આરોપ મૂકવામાં આવતા ગુજરાતના રાજકારણમાં સનસનાટી વ્યાપી ગઈ છે. વર્તમાન શાસનમાં તથા વર્તમાન સરકારમાં પહેલી વખત કોઈ કેબિનેટ મંત્રી પર આ પ્રકારના આરોપ મૂકવામાં આવ્યો છે.

Top Stories Gandhinagar Gujarat Rajkot Trending Breaking News

Rajkot News:  કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા (Kumvarji Bavaliya) પર ગોચર જમીન પર દબાણનો આરોપ મૂકવામાં આવતા ગુજરાતના રાજકારણમાં સનસનાટી વ્યાપી ગઈ છે. વર્તમાન શાસનમાં તથા વર્તમાન સરકારમાં પહેલી વખત કોઈ કેબિનેટ મંત્રી પર આ પ્રકારના આરોપ મૂકવામાં આવ્યો છે.

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પર વીંછિયાના રાજ ગ્રુપ(Raj Group) ના મુકેશ રાજપરા (Mukesh Rajpara) એ આ સનસનાટીપૂર્વકનો આરોપ મૂક્યો છે. મુકેશ રાજપરાએ આ અંગે ગૃહમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. તેની સાથે રાજકોટ કલેક્ટરને પત્ર લખીને આ ગોચર જમીન પરનું દબાણ મુક્ત કરાવવા જણાવાયું છે. તેની સાથે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેની માંગ કરી છે. કુંવરજી બાવળિયાના સંકુલ અને સ્ટોન સર્કલને ગોચર જમીન પર દબાણ કરીને બનાવવામાં આવ્યું છે.

આગામી સમયમાં આ બાબતને લઈને ઉનાળામાં ગુજરાતના રાજકારણમાં પણ ગરમી આવે તેમ માનવામાં આવે છે. ગુજરાતના રાજકારણમાં લાંબા સમય પછી કોઈ પ્રધાન પર ભ્રષ્ટાચારનો આરોપ થયા છે. ગુજરાતમાં ગોચર જમીનનો મુદ્દો આમ પણ લાંબા સમયથી વિવાદમાં છે ત્યારે આગામી સમયમાં આ બાબત પણ વિવાદનું સ્વરૂપ પકડી શકે તેમ મનાય છે. કુંવરજી બાવળિયા પરના આરોપ સાથે ગુજરાતના રાજકારણમાં ગરમી આવી ગઈ છે.

ગુજરાતમાં ગોચર જમીન પર આમ પણ વિવિધ રાજકારણીઓ દબાણ કરતાં જ આવ્યા છે. અગાઉ ભાજપના જ ભૂતપૂર્વ સાંસદે કરોડો રૂપિયાની ગોચર જમીન દબાવી દીધી હોવાનું કહેવાય છે. આની સામે કલેક્ટરે કાર્યવાહી કરતાં આ ભૂતપૂર્વ સાંસદ ધુંઆપુંઆ થઈ ગયા હતા. હવે રાજ્યના પ્રધાને ગોચર જમીન પર કરેલા દબાણ સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે લોકો પણ જોશે. શું તંત્ર ત્યાં બુલડોઝર ફેરવશે કે પછી સત્તાધીશ હોવાથી પાછી પાની કરશે.

રાજકોટના કલેક્ટર ગીરસોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા (Digvijaysingh) જેવી હિંમત દાખવી શકશે, રાજકોટનું જિલ્લા વહીવટીતંત્ર ન્યાય મુજબ કામ કરશે કે પછી મંત્રીની શેહમાં આગળ કોઈ કાર્યવાહી જ નહીં થાય. આરોપ થયો એટલે કે સીધો અર્થ એમ થાય કે ક્યાંકને ક્યાંક તો આગ લાગી જ છે, તો જ ધુમાડો નીકળે. હવે જો તંત્ર આગામી સમયમાં કોઈ પગલાં ન લે તો સમજી લેવાનું કેસ રફાદફા થઈ ગયો. હવે આ આરોપ કુંવરજી બાવળિયાની રાજકીય જમીન પર બાવળિયા વાવે છે કે તેમની સામે ફરિયાદ કરનારે બાવળિયાના ઘા વેઠવા પડશે તે તો સમય જ કહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની મહત્વની બેઠક, સૌરાષ્ટ્રમાં પાણી માટે આયોજન

આ પણ વાંચો: કુંવરજી બાવળિયાને સીએમ બનાવવાની ઉઠી માંગ

આ પણ વાંચો: પ્રજા પરેશાન થાય તો વૈકલ્પિક વ્યવસ્થા વિચારી રાખી છેઃ કુંવરજી બાવળિયા