Gandhinagar News/ કુંવરજી બાવળિયાને સીએમ બનાવવાની ઉઠી માંગ

લોકસભા ચૂંટણી પૂરી થયા પછી ગુજરાતમાં હવે નવો ગણગણાટ શરૂ થયો છે. ગુજરાતમાં કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી છે. કોળી સમાજના આગેવાન ભૂપતભાઈ ડાભીએ આ અંગે પત્ર લખ્યો છે.

Gujarat Gandhinagar Top Stories Breaking News Politics

Gandhinagar News:  લોકસભા ચૂંટણી પૂરી થયા પછી ગુજરાતમાં હવે નવો ગણગણાટ શરૂ થયો છે. ગુજરાતમાં કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી છે. કોળી સમાજના આગેવાન ભૂપતભાઈ ડાભીએ આ અંગે પત્ર લખ્યો છે. શક્તિસિંહ ગોહિલે બાવળિયાને મુખ્યપ્રધાન બનાવવા માટે ઉઠેલી માંગ અંગે જણાવ્યું હતું કે ભાજપના આગેવાનોનો અંતરાત્મા જાગ્યો લાગે છે. તેમણે આમ કેવા સાથે ભાજપ પર પ્રહારો કર્યા હતા.  ઉપરાંત મંત્રીમંડળના નવા વિસ્તરણની ચર્ચાની સાથે-સાથે ગુજરાતમાં મલાઈવાળા મંત્રીપદ મેળવવા માટે રસ્સાખેંચ ચાલુ થઈ ગઈ છે.

કોળી સમાજ દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરાઈ છે. તો આ વચ્ચે કુંવરજીએ દિલ્હીમાં વડાપ્રધાન સાથે પણ મીટિંગ કરી હતી, ત્યારે હવે નવી ચર્ચાએ વેગ પકડ્યો છે. ત્યારે આ મુદ્દે કુંવરજી બાવળિયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે હું મુખ્યપ્રધાન બનું તેવી કોઈ વાત નથી. આ પ્રકારની વાતો તદ્દન પાયાવિહોણી છે.

કોનું પત્તુ કપાશે, કોણ નવું આવશે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે. પરંતું તે થશે કે નહિ, અથવા ક્યારેય થશે તેની કોઈને ખબર નથી.  કોનું પત્તુ કપાશે અને કયા નવા નેતાને સ્થાન મળશે તે અંગે પક્ષમાં અંદરોઅંદર ગણગણાટ શરૂ થયો છે. ત્યારે આ ગણગણાટ વચ્ચે નવી ચર્ચાએ જોર પકડ્યું છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાં પ્રમોશન આપવાની માંગ કોળી સમાજ દ્વારા ઉઠી છે.

કુંવરજી માટે છેક દિલ્હી સુધી રજૂઆત

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ગુજરાતના મુખ્યમંત્રી જેવું મહત્ત્વનું સ્થાન આપવા જસદણ વિંછીયા પંથકના કોળી સમાજ અગ્રણીઓ દ્વારા છેક દિલ્હી સુધી રજૂઆત કરાઈ છે. કોળી સમાજે રજૂઆતમાં કહ્યું કે, ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરફાર થવા જઈ રહ્યો છે ત્યારે કોળી સમાજને પ્રતિનિધિત્વ મળે તે માટે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવો. પાંચાળ વિકાસ બોર્ડ અને કોળી સમાજ અગ્રણી વિનોદ વાલાણીએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પ્રમોશન આપવા રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

કુંવરજીનો જવાબ

હાલમાં જ દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. ત્યારે અચાનક દિલ્હી દરબારમાં કુંવરજીની હાજરીથી પણ ચર્ચા ઉઠી છે. કુંવરજી બાવળિયાને  મુખ્યમંત્રી બનાવવાની માંગણી મામલે કુંવરજી બાવળીયાએ પ્રતિક્રીયા આપતા કહ્યું કે, આ પાયાવિહોણી વાત છે. કોઈ હિતેચ્છું આ પ્રકારની વાત કરે તેમાં કોઈનો વાત નથી. આવી વાતો હાઈ કમાન્ડ દ્વારા જ નક્કી થતી હોય છે અને હાઈ કમાન્ડ જ નક્કી કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત સચિન બિલ્ડિંગ દુર્ઘટના: સાત લોકોના મોત નિપજ્યા, રેસ્કયૂ ઓપરેશન યથાવત્

આ પણ વાંચો: અમદાવાદમાં ભગવાન જગન્નાથને મામેરામાં શું આપવામાં આવ્યું

આ પણ વાંચો: સુરત બિલ્ડીંગ દુર્ઘટના: ફાયર માર્શલ વિકીએ કેવી રીતે બચાવી મહિલાને