Gujarat/ પ્રજા પરેશાન થાય તો વૈકલ્પિક વ્યવસ્થા વિચારી રાખી છેઃ કુંવરજી બાવળિયા

જરૂર પડે તો લાયસન્સ રદ્દ કરવા સુધીના પગલાં લેવાઈ શકે : સરકાર સાથે રેશનિંગ એસો બેઠક કરવા ઈચ્છે તો કરી શકે છે

Top Stories Gujarat Others Videos
kunvarji bavaliyas warning to fair price shopkeeper strike પ્રજા પરેશાન થાય તો વૈકલ્પિક વ્યવસ્થા વિચારી રાખી છેઃ કુંવરજી બાવળિયા
  • સસ્તા અનાજના દુકાનદારોને પુરવઠા વિભાગની સ્પષ્ટ ચેતવણી
  • અવારનવાર નાક દબાવવાના પ્રયાસ થાય છે: બાવળીયા
  • સરકારે પણ વિકલ્પો વિચારી રાખ્યા છે: બાવળીયા
  • જરૂર પડે તો લાયસન્સ રદ્દ કરવા સુધીના પગલાં લેવાઈ શકે
  • આ વખતે સરકારે વૈકલ્પિક વ્યવસ્થા વિચારી રાખી છે

ગુજરાતના સસ્તા અનાજના 17 હજાર દુકાનદારો આજથી અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા છે. બીજી તરફ રેશનિંગ દુકાનધારકોની હડતાળ મામલે હવે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. નાગરિક અન્ન પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ રેશનિંગ દુકાનધારકોને સ્પષ્ટ ચેતવણી છે કે સરકારે કાર્ડધારકોની સંખ્યામાં કોઈ વધારો નથી કર્યો. પ્રજા પરેશાન થાય તો વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર છે. સાથે તેમણે સરકાર સાથે રેશનિંગ એસો બેઠક કરવા ઈચ્છે તો કરી શકે છે એમ પણ કહ્યું હતું.

સરકારે આપેલ વચનને 15 માસનો સમય પસાર થવા છતા નિર્ણયનો અમલ ના થતા સસ્તા અનાજના દુકાનદારોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું. આ દુકાનદારોએ કમિશન અને અન્ય પડતર માગોને લઈને સરકાર સામે બાંયો ચઢાવી છે. રાજ્યમાં દિવાળી તહેવારને લઈને તૈયારીઓ પૂરજોશમાં છે ત્યારે સરકારે આપેલ વચન ના પાળતા રાશન સંચાલકોએ આંદોલનનો આશરો લીધો છે.

રેશનિંગ દુકાનો હડતાળને પગલે આજે પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જે બાદમાં પત્રકારોને સંબોધતા કુંવરજી બાવળિયાએ રેશનિંગ દુકાનધારકોને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું કે, સરકારે કાર્ડધારકોની સંખ્યામાં કોઈ વધારો નથી કર્યો. પ્રજા પરેશાન થાય તો વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર છે. આ સરકાર સાથે રેશનિંગ એસો બેઠક કરવા ઈચ્છે તો કરી શકે છે, વ્યાજબી માંગણી હોય તો ચર્ચા કરવા તૈયારી છીએ.

બાવળિયાએ કહ્યું કે, રેશનિંગ એસો. દ્વારા નાક દબાવવાનો પ્રયાસ ખોટો છે, વિતરણની વૈકલ્પિક વ્યવસ્થાને લઇને પણ બેઠક કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, ખોટ રીતે દબાવવાના પ્રયાસ થશે તો લાયસન્સ રદ્દ કરવા સુધીના પગલાં લેવાઈ શકે.