Not Set/ વેકસીનનો બીજો ડોઝ લો અને મેળવો 50 હજારનો સ્માર્ટ ફોન….

ડિસેમ્બર સુધીમાં વેક્સિનનો ડોઝ લેનારા નાગરિકો માટે લક્કી ડ્રો યોજી રૂા.50,000 સુધીનો સ્માર્ટ ફોન અપાશે

Top Stories Gujarat Rajkot
Untitled 9 વેકસીનનો બીજો ડોઝ લો અને મેળવો 50 હજારનો સ્માર્ટ ફોન....

રાજયમાં કોરોનાની બીજી લહેર ઘાતકી જોવા મળી હતી. જેમાં લાખો લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા હતા. ત્યારે  સરકાર  દ્વારા કોરોના કેસ નિયંત્રણમાં લાવવા અથાગ પ્ર્યતનો કરવામાં આવી રહ્યા છે.ત્યારે અન્ય શહેરોની માફક લોકોને વેક્સીનના બંને ડોઝ માટે આકર્ષિત કરવા કોર્પોરેશન દ્વારા લક્કી ડ્રો સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટવાસીઓને વેક્સીનના બંને ડોઝ આપી કોરોના સામે સંપૂર્ણપણે સુરક્ષિત કરી દેવા માટે મહાપાલિકા દ્વારા પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:પોરબંદર /  વિદેશથી હજારો કિમીનું અંતર કાપીને યાયાવર પક્ષીઓ પોરબંદર પહોંચ્યા

મહત્વનુ છે કે આગામી 4 થી 10 ડિસેમ્બર દરમિયાન વેક્સીનનો બીજો ડોઝ લેનાર નાગરિકો પૈકી લક્કી ડ્રો યોજવામાં આવશે. જેમાં વિજેતા થનારને 50,000 સુધીનો સ્માર્ટ ફોન ભેટ આપવામાં આવશે. આગામી દિવસોમાં વેક્સીનના બંને ડોઝ ન લેનારાઓ માટે કેટલાંક આકરા નિયંત્રણ મુકવામાં આવે તેવી સંભાવના પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો:દરોડા /  મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પાડ્યા દરોડા,વિભાગમાં ફફડાટ,બદલીના આદેશ…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેક્સીનેશનને પ્રોત્સાહન મળે તે માટે આગામી તા.4 ડિસેમ્બરથી સવારે 9 વાગ્યા થી તા. 10 ડિસેમ્બરે સાંજના 6 વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન રાજકોટ શહેરના નગરજનો વેક્સીનનો બીજો ડોઝ લેશે તેને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. 50,000/- સુધીના સ્માર્ટફોન મોબાઈલ લક્કી ડ્રો થી વિજેતા થનાર લાભાર્થીને આપવામાં આવશે તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રમાંથી સૌથી વધારે વેક્સીનેશનની કામગીરી કરનાર આરોગ્ય કેન્દ્રની ટીમને રૂ. 21,000/-નું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.