Interesting/ સાયબેરિયામાં 24 હજાર વર્ષ સુધી ‘ઉંઘ’ લીધા બાદ જાગ્યુ આ સૂક્ષ્મ જીવ

આજનાં આધુનિક યુગમાં રોજ કઇકને કઇક નવુ સામે આવતુ રહે છે. હવે એક મોટા સમાચાર રશિયાથી સામે આવ્યા છે.

Top Stories Ajab Gajab News
1 285 સાયબેરિયામાં 24 હજાર વર્ષ સુધી 'ઉંઘ' લીધા બાદ જાગ્યુ આ સૂક્ષ્મ જીવ

આજનાં આધુનિક યુગમાં રોજ કઇકને કઇક નવુ સામે આવતુ રહે છે. હવે એક મોટા સમાચાર રશિયાથી સામે આવ્યા છે. જ્યા બરફથી ઢંકાયેલા વિશાળ વિસ્તાર સાઇબિરીયામાં એક ખૂબ જ ખાસ પ્રાણી મળી આવ્યું છે. વૈજ્ઞાનિકોનાં જણાવ્યા પ્રમાણે, Bdelloid નામનો આ અતિસૂક્ષ્મ જીવ 2-4 દિવસ નહીં પરંતુ 24 હજાર વર્ષ સુધી ‘ઉંઘ’ લીધા બાદ જાગ્યુ છે. આ જીવ વિશે, વૈજ્ઞાનિકો કહે છે કે, Bdelloid સામાન્ય રીતે પાણીયુક્ત વાતાવરણમાં રહે છે અને પોતાને જીવંત રાખવાની અદભૂત ક્ષમતા ધરાવે છે.

1 286 સાયબેરિયામાં 24 હજાર વર્ષ સુધી 'ઉંઘ' લીધા બાદ જાગ્યુ આ સૂક્ષ્મ જીવ

સોશિયલ મીડિયા / ટ્વીટર બાદ હવે ઇન્સ્ટાગ્રામે હદ પાર કરી, ભગવાન શિવનું અપમાનજનક સ્ટીકર શેર કર્યુ

અહેવાલો અનુસાર, રશિયન વૈજ્ઞાનિકોને આર્ક્ટિકને અડીને આવેલા સાઇબેરીયાનાં બર્ફીલા વિસ્તારમાં સ્થિર માટીમાંથી આ અતિસૂક્ષ્મ જીવ મળી આવ્યુ છે. આ જીવ બર્ફીલા વિસ્તારની માટીમાંથી બહાર આવ્યું છે. રશિયન વૈજ્ઞાનિકોએ સાયબિરીયાનાં આ અત્યંત બર્ફીલા વિસ્તારની માટીમાંથી ડ્રિલિંગ રિંગ (ખોદકામ કરનાર રિંગ) નો ઉપયોગ કરીને બહાર નિકાળ્યું હતુ. માટી પર શોધ કરનાર રશિયાનાં રિસર્ચર સ્ટાસ મલાવિને કહ્યુ, “અમારો અહેવાલ મક્કમ પુરાવો છે કે મલ્ટિ-સેલ સજીવ હજારો લાખો વર્ષો સુધી જીવંત રહી શકે છે. આ પહેલા આવેલા રિસર્ચમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ અતિસૂક્ષ્મ જીવ જામી ગયેલી અવસ્થામાં 10 વર્ષો સુધી જીવંત રહી શકે છે. સ્ટાસ મલાવિન રશિયાનાં પુશ્ચિનો સાયન્ટિફિક સેન્ટર ફોર બાયોલોજીકલ રિસર્ચની સોઇલ ક્રાયોલોજી લેબોરેટરીમાં સંશોધનકાર છે.

1 287 સાયબેરિયામાં 24 હજાર વર્ષ સુધી 'ઉંઘ' લીધા બાદ જાગ્યુ આ સૂક્ષ્મ જીવ

ભાવ વધારો / દેશનાં 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલ પ્રતિ લિટર પહોંચ્યું રૂ.100 ને પાર

આ સુક્ષ્મસજીવો 24 હજાર વર્ષથી જીવંત છે

રશિયાનાં સંશોધકોએ, તેમના નવા સંશોધનમાં, રેડિયોકાર્બન ડેટિંગની મદદથી, એ વાતની ઓળખ કરી છે કે, આ સૂક્ષ્મજીવ 24 હજાર વર્શથી જીવંત છે. સાયબિરીયાનો વિસ્તાર જ્યાં આ સૂક્ષ્મ જીવોની શોધ થઈ છે તે આખા વર્ષ દરમિયાન બરફથી ઢંકાયેલું રહે છે. વૈજ્ઞાનિકોનું આ સંશોધન સોમવારે કરંટ બાયોલોજી જર્નલમાં પ્રકાશિત થયું છે. આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ સાયબિરીયામાં પ્રાચીન જીવનની શોધ થઈ ચુકી છે. હવે સાયબિરીયાનો બરફ ધીમે ધીમે ઓગળી રહ્યો છે અને પ્રાચીન જીવોનાં અવશેષો મળી રહ્યા છે. હજારો વર્ષોથી બરફમાં દફનાવવામાં આવેલા અવશેષો આ વિસ્તારમાં સતત જોવા મળે છે.

kalmukho str 6 સાયબેરિયામાં 24 હજાર વર્ષ સુધી 'ઉંઘ' લીધા બાદ જાગ્યુ આ સૂક્ષ્મ જીવ