Not Set/ આસામ/ બે કરતા વધારે બાળકો ધરાવતા લોકોને 2021 થી સરકારી નોકરી બંધ

આસામમાં, મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલની આગેવાનીવાળી ભાજપની સરકારે વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. આસામ કેબિનેટે સોમવારે નિર્ણય લીધો કે 1 જાન્યુઆરી, 2021 પછી, બે કરતા વધારે બાળકો ધરાવતા લોકોને કોઈ સરકારી નોકરી આપવામાં આવશે નહીં. સોમવારે મોડી સાંજે મળેલી કેબિનેટની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સીએમ સર્વાનંદ સોનોવાલના પબ્લિક રિલેશન સેલ […]

Top Stories India
Sarbananda Sonowal આસામ/ બે કરતા વધારે બાળકો ધરાવતા લોકોને 2021 થી સરકારી નોકરી બંધ

આસામમાં, મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલની આગેવાનીવાળી ભાજપની સરકારે વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. આસામ કેબિનેટે સોમવારે નિર્ણય લીધો કે 1 જાન્યુઆરી, 2021 પછી, બે કરતા વધારે બાળકો ધરાવતા લોકોને કોઈ સરકારી નોકરી આપવામાં આવશે નહીં. સોમવારે મોડી સાંજે મળેલી કેબિનેટની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સીએમ સર્વાનંદ સોનોવાલના પબ્લિક રિલેશન સેલ દ્વારા જારી કરવામાં આવેલી એક નોટિફિકેશન અનુસાર, સ્મોલ ફેમિલી નોર્મ મુજબ 1 જાન્યુઆરી, 2021 થી, બે કરતા વધારે બાળકોને સરકારી નોકરી આપવામાં આવશે નહીં.

સપ્ટેમ્બર 2017 માં, આસામ વિધાનસભાએ ‘વસ્તી અને મહિલા સશક્તિકરણ નીતિ’ પસાર કરી હતી.  જેમાં જણાવાયું છે કે બે બાળકો સાથેના ઉમેદવારો સરકારી રોજગાર માટે લાયક બનશે અને હાલના સરકારી કર્મચારીઓ બે બાળકો સાથેના કુટુંબના ધારાધોરણોને સખતપણે પાલન કરશે.

આ ઉપરાંત આસામ કેબિનેટની બેઠકમાં નવી લેન્ડ પોલિસીને પણ મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ભૂમિહિન લોકોને મકાન બનાવવા માટે ત્રણ વીઘા કૃષિ જમીન અને મકાન વિહોણા ને અડધો વિઘો જમીન મળશે. તેઓ 15 વર્ષ સુધી આ જમીન વેચી શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.