Not Set/ ઇન્ફોસીસનાં શેરમાં કડાકો, CEO સલિલ પારેખ અને CFO નીલંજન રોય પર ગરબડી કરવાનો આરોપ

ભારતીય શેરબજારમાં મંગળવારે જે આશંકા હતી તે જ થયુ. ઇન્ફોસીસનાં શેરમાં 16 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. આપને જણાવી દઇએ કે, દેશની દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસીસનાં સંચાલન ઉપર ગંભીર આક્ષેપો થયા છે. સોમવારે કંપનીનાં કેટલાક ગુમનામ કર્મચારીઓએ કંપનીનાં સીઈઓ સલીલ પારેખ અને સીએફઓ નિલંજન રોય પર વ્હિસલબ્લોઅર્સ બનીને ગંભીર આક્ષેપો લગાવ્યા છે. વ્હિસલબ્લોઅર્સનાં એક ગ્રુપે […]

Business
salil ઇન્ફોસીસનાં શેરમાં કડાકો, CEO સલિલ પારેખ અને CFO નીલંજન રોય પર ગરબડી કરવાનો આરોપ

ભારતીય શેરબજારમાં મંગળવારે જે આશંકા હતી તે જ થયુ. ઇન્ફોસીસનાં શેરમાં 16 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. આપને જણાવી દઇએ કે, દેશની દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસીસનાં સંચાલન ઉપર ગંભીર આક્ષેપો થયા છે. સોમવારે કંપનીનાં કેટલાક ગુમનામ કર્મચારીઓએ કંપનીનાં સીઈઓ સલીલ પારેખ અને સીએફઓ નિલંજન રોય પર વ્હિસલબ્લોઅર્સ બનીને ગંભીર આક્ષેપો લગાવ્યા છે.

વ્હિસલબ્લોઅર્સનાં એક ગ્રુપે કંપનીનાં સીઈઓ સલિલ પારેખ પર આરોપ લગાવ્યો છે કે તે ખોટી રીતે કંપનીની આવક અને નફા વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ આરોપ બાદ લિસ્ટેડ કંપનીનાં એડીઆરનાં શેરમાં આશરે 16 ટકાનો ઘટાડો થયો છે. એથિકલ એમ્પ્લોઇઝ નામનાં એક ગ્રુપે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ કમિશન ઓફ ઇન્ફોસીસનાં બોર્ડને ફરિયાદ કરી છે. ફરિયાદીઓનો દાવો છે કે સલિલ પારેખે મોટી ડીલ માટે રિવ્યૂ અને મંજૂરીની પ્રક્રિયાને અવગણી હતી અને છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળામાં, આવા ઘણા સોદા થયા જેમાં કોઈ માર્જિન નહોતું. વ્હીલ્સબ્લોઅર ગ્રૂપે એવો દાવો પણ કર્યો છે કે તેમની પાસે ઇ-મેલ્સ અને રેકોર્ડિંગ્સ પણ છે.

વ્હીસલબ્લોઅર ગ્રુપે એક મહિના પહેલા યુએસ એસઇસી અને ઇન્ફોસીસનાં બોર્ડને ઇમેઇલ કર્યા હતા, જ્યારે યુએસ લેબર ડિપાર્ટમેન્ટને પણ 3 ઓક્ટોબરનાં રોજ ઇમેઇલ દ્વારા આ જાણ કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે ઇન્ફોસીસ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેંજમાં લિસ્ટેડ કંપની છે. તેમાં 2.28 લાખથી વધુ કર્મચારીઓ છે. કંપનીની માર્કેટ મૂડી લગભગ 47.7 અબજ ડોલર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.