વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદના બજેટ સત્ર માટે સરકારના કાયદાકીય એજન્ડાને રજૂ કરવા શનિવારે સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરશે. આ વખતે સત્રની શરૂઆત બાદ આ પરંપરાગત સર્વપક્ષીય બેઠક યોજાઈ રહી છે. શુક્રવારે સંસદના બજેટ સત્રની શરૂઆત બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) ની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના સંબોધનથી થઈ હતી.
Alert! / દિલ્હી બ્લાસ્ટના પગલે હરિદ્વાર દહેરાદૂન નૈનિતાલ અને ઉધમસિંહ નગરમાં એલર્ટ જાહેર
સામાન્ય રીતે, આવી તમામ બેઠકો સંસદના સત્ર પહેલા થાય છે, જેથી બંને ગૃહોની કાર્યવાહી સરળતાથી ચલાવી શકાય. આ વર્ચુઅલ મીટિંગ દરમિયાન વિરોધી પક્ષો દ્વારા ખેડૂત આંદોલન અંગે ચર્ચાની માંગ કરવામાં આવે તેવી અપેક્ષા છે. છેલ્લાં બે મહિનાથી વિરોધ કરી રહેલા ખેડૂતો કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે દિલ્હીની વિવિધ સરહદો પર ઉભા રહ્યા છે.
israel / અમને ભારત પર સંપૂર્ણ ભરોસો : ઇઝરાયેલ PM બેન્જામિન
જોકે શુક્રવારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં વિરોધી પક્ષોએ આવી જ માંગણીઓ કરી હતી, પરંતુ સરકારે સૂચન કર્યું હતું કે રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ખેડૂત આંદોલનનો મુદ્દો ઉભા થઈ શકે છે, જેના લોક 2, 3 અને 4 ફેબ્રુઆરીએ સભાને 10 કલાક ફાળવવામાં આવ્યા છે.
રાજકારણ / ખેડૂત આક્રોશ બદલી રહ્યો છે રાજકીય સમીકરણ, 30 વર્ષ બાદ RLD – BKU – IFLF નું મિલન
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…